Once again Ranu Mondal is in social media, this song people are searching google top 10
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફરી એક વખત રાનૂ મંડલ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઇ, જાણી લો કેમ?

ફરી એક વખત રાનૂ મંડલ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઇ, જાણી લો કેમ?

 | 7:23 am IST

ઇન્ટરનેટ સેનસેશનથી બોલિવુડ સિંગર બની ચૂકેલી રાનૂ મંડલ કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહે છે. રેલવે સ્ટેશનના ખૂણામાં બેસીને લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગમા ગાતી રાનૂ મંડલે લોકોના દિલ જીતી લીધા છે કે પહેલી ઝલકમાં લોકો તેના દિવાના થઇ ગયા હતા. આજ કારણ છે કે એક વખત ફરી રાનૂ મંડલ ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. રાનૂ મંડલને કદાચ આ વાતનો વિશ્વાસ નહીં થાય પરંતુ તેને લોકોનો એટલો પ્રેમ મળ્યો છે. તેનો અંદાજ (Google Search 2019) ગૂગલે લગાવી લીધો છે.

હાલમાં ગૂગલે 2019માં ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતા ગીતના ટોપ 10 લિસ્ટ શેર કર્યા છે. હેરાનીની વાત નથી પરંતુ આ યાદીમાં રાનૂ મંડલ બીજા નંબર પર છે. તેનું ગીત તેરી મેરી કહાનીને લોકોએ ખૂબ સર્ચ કર્યું છે. તેને ગૂગલ સર્ચમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતા ગીતની યાદીમાં બીજું સ્થાન મળ્યું છે. આ એજ ગીત છે જેનાથી રાનૂએ બોલિવૂડમાં તેના કરિયરની શરૂઆત કરી હતી.


ગૂગલ સર્ચ કરવામાં આવેલા ટોપ 10 ગીતની વાત કરીએ તો આ યાદીમાં સૌથી પહેલા લે ફોટો લે, એક રાજસ્થાની ગીત છે જેને સિંગર નીલૂ રંગીલીએ ગાયુ છે તેની પર પરફોર્મ કર્યું છે. ગોરી નાગોરીને,, તે સિવાય ત્રીજા નંબર પર તેરી પ્યારી પ્યારી દો અંખિયા, વાસ્તે, કોકા કોલા તુ, ગોરી તેરી ચૂનરી બા લાલ લાલ રે. પલ-પલ દિલ કે પાસ, લડકી આંખ મારે, પાયલિયા બજની લાડો પિયા, અને ક્યા બાત હે.

ઉલ્લેખનીય છે કે રાનૂ મંડલસ રાણાઘાટના રેલવે સ્ટેશન પર બેસીને ગીત ગાતી હતી. તેના બદલામાં તેને જે મળતુ હતું તેનાથી તે પેટ પાળતી હતી. આ દરમિયાન એક દિવસ અતીંદ્ર ચક્રવર્તી નામના એક વ્યક્તિએ ગીત ગાતા રાનૂનો વીડિયો બનાવીને ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યું. આ વીડિયોમાં રાનૂ લતા મંગેશકરની ગીત એક પ્યાર કા નગમા ગાઇ રહી હતી. આ એજ વીડિયો હતો જેને રાનૂને રાતો રાત ઇન્ટરનેટ પર સ્ટાર બનાવી દીધી અને આજે તેને આખી દુનિયાના લોકો જાણે છે.

આ પણ જુઓ : રાહુલ ગાંધીના નિવેદનને લઈ વિવાદનો મામલો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન