Kuber felt shame in Front of Ganpati, why know it here
  • Home
  • Astrology
  • ગણપતિએ એક વાર તોડી નાંખ્યો હતો કુબેરનો ઘમંડ, જાણો છો કેવી રીતે

ગણપતિએ એક વાર તોડી નાંખ્યો હતો કુબેરનો ઘમંડ, જાણો છો કેવી રીતે

 | 12:54 pm IST

ગણેશ ચોથનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં સવિશેષ છે. હજ્જારો વર્ષથી લોકો ગણેશ ચતુર્થીનું મહાપર્વ ઉજવતા આવ્યા છે. ગણપતિ ભારતના સૌથી લોકપ્રિય દેવતા છે. તેમને પરમ જ્ઞાની અને બુદ્ધિશાળી માનવામાં આવે છે. જ્યારે તમે કોઈ બાળકને ભણાવવાની શરૂઆત કરો છો ત્યારે તમારે ગણપતિનું પુજન કરવું કે કરાવવું જોઈએ. અન્ય કાર્યો માટે ગણપતિ પુજન પ્રથમ કરીએ તો વિદ્યા મેળવવાની શરૂઆત જેવા મહાકાર્ય માટે શા માટે ગણપતિ પુજન નહિં ?વિદ્યારંભે જો ગણપતિ, સરસ્વતિ અને લક્ષ્મીનું પુજન અવશ્ય કરાવવું જોઈએ. જેથી બાળકનો વિદ્યાભ્યાસ સારો થાય. ગણપતિ ભોજનપ્રિય માનવામાં આવે છે. કેમ ન હોય જેની માતા ખુદ અન્નપૂર્ણા હોય પછી તો પૂછવું જ શું. સામાન્ય રીતે વિદ્વતાથી ભર્યા લોકો ભારે ભરખમ શરીરવાળા હોતા નથી. પણ ગણપતિ તેમાં અપવાદ છે. તે ખાતાપીતા વિદ્વાન હોવાનું પ્રતિત થાય છે.

ગણપતિ વિશે અનેક વાયકાઓ પ્રચલિત છે. એમાંથી એક કથા છે કે તેમણે એક વાર કુબેરનો ઘમંડ તોડી નાંખ્યો હતો. વાત એમ હતી કે એક દિવસ કુબેરે ગણપતિને ભોજન માટે આમંત્રિત કર્યા. કુબેર તો ધનના સ્વામી છે. તે હમેંશા હીરા- જવેરાતથી લદાયેલા રહેતા હતા. કુબેરને પોતાની સંપત્તિનો પણ ઘણો જ ગર્વ હતો. તેમણે પોતાના ઈષ્ટદેવ શિવજીને પહેરવા માટે આભુષણ ભેટ ધર્યા. ત્યારે શિવજીએ કહ્યું કે હું તો ભસ્મ લગાવું છે. મને આ આભૂષણોની કોઈ જરૂરિયાત નથી. જો હકીકતમાં તું મારે કઈંક રવા ઈછ્છે તો તે મારા પુત્ર માટે કરો. શિવજીએ ગણપતિ તરફ ઈશારો કર્યો અને કહ્યું કે આ મારા પુત્ર છે. તેને ભોજનનો ઘણો શોખ છે. તેને ઘરે લઈ જાઓ અને ભરપેચ જમાડો. જેથી તેને સંતૃષ્ટિ થઈ જાય.

આથી કુબેર ગણપતિને આમંત્રિત કરી બેઠા. ગણપતિ કુબેરના મહેલમાં દાખલ થયા અને પછી આસન જમાવીને બેસી ગયા જમવા.. કુબેરને પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર 32 વાનાના પકવાન બનાવડાવ્યા હતા. તે પોતે જ ગણપતિને પીરસવા બેસી ગયા. તેમણે ભોજન પીરસ્યું. તે પછી ગણપતિએ ભોજન કરવાનું શરૂ કરી દીધું. જેટલું પણ બનાવ્યું હતું તે ગણપતિ ચટ્ટ કરી ગયા. કુબેર વારે વારે ભોજન બનાવડાવ્યું અને ગણપતિને જમાડતા રહ્યાં. પણ ગણપતિનું પેટ જ ભરાતું ન હતું. આ ક્રમ ક્યાંય સુધી ચાલ્યો, અંતે કુબેરથી ન રહેવાયું. તેમણે ગણપતિને કહ્યું કે તમે તો નાના બાળક છો. એ રીતે જોતાં તો તમે ઘણું જ વધારે ખાઈ લીધું છે. ગણપતિ બોલ્યા. તમે મારી ચિંતા ન કરો. મને તો હજી પણ કકડીને ભૂખ લાગી છે. તમે જમવાનું મંગાવો. ઘરનું અનાજ પણ બધું ખતમ થઈ ગયું હતું. કુબેરે માણસોને દોડાવ્યા. બજારમાંથી બીજું રાશન મંગાવ્યું. આમ કરતાં કરતાં તો કુબેરનો આખો ખજાનો ખાલી થઈ ગયો પણ ગણપતિનું પેટ ભરાવાનું નામ જ લેતું ન હતું. કુબેરે બધુંજ વેચી દીધું. છતાંય ગણપતિનું પેટ ન ભરાયું.

ગણપતિનો આસન પર જમાવીને બેસી રહ્યાં હતા.તેમને તો મિઠાઈઓનો ઈન્તજાર હતો. તેમણે ફરીથી ખીર અને લાડું માંગ્યા. હવે કુબેરની સ્થિતિ કફોડી થઈ ગઈ. ક્યાંથી લાવે લાડું અને ખીર? પણ તેમને ખ્યાલ આવી ગયો કે તેની કોઈ ભૂલ થઈ છે. પછી વિચાર કરતાં જણાયું કે તેને સંપત્તિનો ભારે ઘમંડ હતો. તેમને હતું કે જે તેમની પાસે છે તે વિશ્વમાં કોઈની પાસે નથી. આખરે ગણપતિના ચરણોમાં પડી ગયાં. માફી માંગવા લાગ્યા. તેમણે કહ્યું કે મારી પાસે જે કાંઈ છે તો ભગવાન શિવનું આપેલું છે. આમછતાં એક મુર્ખની જેમ હું તેમને તુચ્છ આભુષણો ભેટ કરતો રહ્યો. માતા પાર્વતી અને શિવ તો અતિ સામર્થ્યવાન છે. તેમની પાસે મારું શું ગજું ? ગણપતિના ચરણોમાં કરગરીને માફી માંગવા લાગ્યા. તે પછી ગણપતિ ત્યાંથી ઉભા થઈ ગયા અને પછી ખીર અને લાડું ખાધા વગર જ ત્યાંથી ચાલી નિકળ્યા.

આમ ગણપતિએ કુબેરનો ઘમંડ ઉતાર્યો. પોતાના માતા-પિતાની શક્તિઓથી તેમને અવગત કરાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન