once he do role of aishwarya lover chandrachur singh looking now
  • Home
  • Photo Gallery
  • એક સમયે એશ્વર્યાના લવરનો રોલ કરતો આ હીરો આજે બોલિવૂડથી ગૂમ, ફોટોમાં ઓળખી નહીં શકો!

એક સમયે એશ્વર્યાના લવરનો રોલ કરતો આ હીરો આજે બોલિવૂડથી ગૂમ, ફોટોમાં ઓળખી નહીં શકો!

 | 3:16 pm IST

ક્યારેક એવું બને કે બોલિવૂડમાં કોઈ સ્ટાર એકદમ જગારા મારતા હોય અને ફિલ્મો પણ ઠીકઠાક ચાલતી હોય. પરંતુ તે અચાનક ક્યાં ગાયબ થઈ જાય એ ખબર જ ન પડે. તેરે મેરે સપને નામની બોલિવૂડ ફિલ્મમાંથી એન્ટ્રી લેનાર હીરો ચંદ્રચુર સાથે પણ કંઈક એવું જ થયું. આજે આ હીરો બોલિવૂડમાંથી ગાયબ છે. તેના લૂકમાં પણ હવે તો ઘણો બદલાવ આવી ગયો છે. 90ના દશકાનો ચોકલેટી બોય તરીકે પ્રખ્યાત ચંદ્રચુરને આજે ઓળખવો પણ મુશ્કેલ છે.

આ હીરોને ફિલ્મફેર અવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. જોશ, અદાકારી, ક્યા કહેના, દાગ ધ ફાયર જેવી અનેક હિટ ફિલ્મો પણ પોતાના નામે છે. જોશ ફિલ્મમાં તે એશ્વર્યા રાયનો પ્રેમી બન્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ એશ્વર્યાનો ભાઈ બન્યો હતો.

વર્ષ 2000માં આ હીરો સાથે એક અકસ્માત થયો અને એને રિકવર આવતા 10 વર્ષ લાગી ગયાં. તે 10 વર્ષ બાદ ઠીક તો થઈ ગયો પણ ફિલ્મ ન મળતા તે બોલિવૂડથી દૂર પોતાનું જીવન જીવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન