Once I Was Thrown Out Of A Shoot : TV Actress Surbhi Chandna
  • Home
  • Photo Gallery
  • … જ્યારે ‘ઈશ્કબાઝ’ અભિનેત્રીને શૂટિંગ શરૂ થાય તેના 15 જ મિનિટ પહેલા હાંકી કાઢવામાં આવી

… જ્યારે ‘ઈશ્કબાઝ’ અભિનેત્રીને શૂટિંગ શરૂ થાય તેના 15 જ મિનિટ પહેલા હાંકી કાઢવામાં આવી

 | 6:47 pm IST

જો તમે ઈન્ટરવ્યુ કે ઓડિશનની તમામ તૈયારીઓ કરી ચુક્યા હોય પરંતુ તમને સાંભળ્યા કે જોયા વગર જ છેલ્લી ઘડીએ હાંકી કાઢવામાં આવે તો? જી કાં, આવુ જ ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદના સાથે થયું હતું. ઈશ્કબાઝ સિરિયલ દ્વારા બધાના જીલ જીતનારી સુરભિએ પોતાની સાથે ઘટેલી ક્યારેય ના ભુલી શકાય તેવી વાતને લઈને ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, તેને એક શોના શૂંટિંગમાંથી  હાંકી કાઢવામાં આવી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, એક એડનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સુરભિ આ એડના શૂટિંગની તૈયારી કરી રહી હતી. શૂટિંગ શરૂ થવામાં માત્ર 15 જ મીનીટનો સમય બાકી હતો. પરંતુ તે જ વખતે તેને અપમાનજનક રીતે ત્યાંથી હાંકી કાઢવામાં આવી હતી. તેને તેમ પણ કહી દેવામાં આવ્યું  હતું કે, તે તેમના ખર્ચામાં ફિટ નથી બેસતી. આ સમયે સુરભિને લાગી આવ્યું હતું. કારણ કે સામેથી બોલાવવામાં આવ્યા બાદ આ રીતે એક જ દમ અને એ પણ અપમાનજનક રીતે છેલ્લી ઘડીયે હાંકી કાઢવામાં આવે!!!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન