Once Jaya Bachchan Was Angry On Shahrukh That She Ready To Slap Him
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગુસ્સેથી લાલચોળ થયેલા જયા બચ્ચન શાહરૂખને થપ્પડ મારવા થઇ ગયા હતા તૈયાર…!

ગુસ્સેથી લાલચોળ થયેલા જયા બચ્ચન શાહરૂખને થપ્પડ મારવા થઇ ગયા હતા તૈયાર…!

 | 2:32 pm IST

શાહરૂખ ખાને બચ્ચન ખાનદાનની વહૂ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. આવામાં ‘જોશ’, ‘મોહબ્બતેં’ અને ‘દેવદાસ’ જેવી ફિલ્મો સામેલ છે. એક સમયે સલમાન ખાન ઐશ્વર્યાનો દીવાનો હતો. જ્યારે ઐશ્વર્યા શાહરૂખની સાથે કામ કરી રહી હતી ત્યારે સલમાન ખાનને બંનેનું સાથે કામ કરવું પસંદ નહોતુ આવ્યું. ત્યારબાદ સલમાન ખાને સેટ પર જઇને શાહરૂખ ખાનને ખરી-ખોટી સંભળાવી હતી. ત્યારબાદ ઐશ્વર્યાને આ ફિલ્મ છોડવી પડી હતી. આ દરમિયાન ઐશ્વર્યાએ ફિલ્મ છોડવી પડી હતી. આ દરમિયાન શાહરૂખે ઐશ્વર્યાને લઇને પણ કંઇક ખરાબ બોલી દીધું હતુ.

આ સમયે ઐશ્વર્યાનાં લગ્ન અભિષેક બચ્ચન સાથે થઇ ચુક્યા હતા. શાહરૂખ ખાનનું આ નિવેદન સાંભળી ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચન નારાજ થઈ ગઇ હતી. એટલા સુધી કે તેમણે શાહરૂખ ખાનને થપ્પડ મારવાની વાત કહી દીધી હતી. શાહરૂખ ખાન અને જયા બચ્ચન ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં કામ કરી ચુક્યા છે. જયાએ આ ફિલ્મમાં શાહરૂખની માનો રોલ કર્યો હતો. સલમાન અને શાહરૂખની આ લડાઈ પછી એક ઇન્ટરવ્યૂમાં જયાએ શાહરૂખને લઇને નારાજગી વ્યક્ત કરી હતી.

જયા બચ્ચને કહ્યું હતુ કે, “હાં, મે આવ્યું કર્યું હોત. જો કે મને અત્યાર સુધી તેની સાથે વાત કરવાની તક મળી નથી. આ વિવાદ વિશે હું તેની સાથે જલ્દી વાત કરીશ. મે તેને એવી રીતે જ થપ્પડ મારી હોત જેવી રીતે હું મારા દીકરાને મારું છું. મારો અને શાહરૂખનો સંબંધ ઘણો ઊંડો છે.” જયા બચ્ચને ‘હૈપ્પી ન્યૂ યર’ ફિલ્મની રીલીઝ પછી શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું હતુ. જયા બચ્ચને કહ્યું હતુ કે, “આ ઘણી જ બકવાસ ફિલ્મ છે. જો આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ના હોત તો તે આ ફિલ્મ જોવા ના ગયા હોત.”

શાહરૂખ ખાને પણ જયા બચ્ચનની આ કૉમેન્ટ પર જવાબ આપતા કહ્યું હતુ કે, “અમિતાભ બચ્ચનની ફિલ્મ અમર અકબર એન્થની પણ બકવાસ ફિલ્મ હતી. જો કે આજે પણ તેને સૌથી વધારે એન્ટરટેઇનિંગ ફિલ્મમાંથી એક ગણવામાં આવે છે.”