'telling Bapu to speak' viral video case One arrested in ahmedabad
  • Home
  • Ahmedabad
  • ‘બાપુ બોલવાનું કહી’ માર મારતા વાયરલ થયેલા વીડિયો મામલે એકની ધરપકડ

‘બાપુ બોલવાનું કહી’ માર મારતા વાયરલ થયેલા વીડિયો મામલે એકની ધરપકડ

 | 11:00 pm IST

અમદાવાદના બાવળામાં યુવકને બાપુ બોલવાનું કહી માર મારતા વાયરલ થયેલા વીડિયો મામલે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વીડિયો વાયરલ કરનારની ધરપકડ કરી છે. કનુભાઈ ચોસલા નામના વ્યક્તિએ આ વિડીયો વાયરલ કરતા પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાપુ બોલ કહીને બે વ્યક્તિ લાકડીઓ વડે મારામારી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમદાવાદ રૂરલ પોલીસ એક્શનમાં આવી હતી.જે મામલે રૂરલ પોલીસે આ વીડિયો વાયરલ કરનાર યુવકની બાવળાથી ધરપકડ કરી છે. આ ઘટના 8મી તારીખના રોજ બાવળા ગામે બની હતી. ભીખાભાઇ અને જયંતિ ભાઈ કે જેઓ એક જ સમાજના હોવા છતાં બાપુ બોલ કહી મારામારી કરી રહ્યાં હતા. તે સમયે આ ઘટનાનો વીડિયો કોઈ અજાણયા ઈસમે ફોનમાં ઉતારી ઝેન્ડરથી લઇ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

સમાજમાં આ પ્રકારના વીડિયો અગાઉ વાયરલ થતા વર્ગ વિગ્રહ થયા હતા. ત્યારે તે પ્રકારની પરિસ્થિતિ ફરી ના સર્જાય તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વીડિયો વાયરલ કરનાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. રાજ્યમાં અગાઉ પણ મૂછ રાખવા બાબતે અને મોજડી પહેરવા બાબતે દલિત અને દરબાર સમાજ વચ્ચે ઘર્ષણ સજર્યા હતા ત્યારે સમાજમાં ફરી આ પ્રકારની ઘટના ના બને તે માટે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરી લોકોને આ પ્રકારે સોશિયલ મીડિયામાં અફવા ના ફેલાવા અપીલ કરવામાં આવી છે. હાલ તો ગ્રામ્ય પોલીસે વીડિયો વાયરલ કરનારની ધરપકડ કરી વધુ તાપસ હાથ ધરી છે.