અભિનેત્રી શ્વેતા તિવારીની બહેન અર્પિતાની હત્યાના કેસમાં એકની ધરપકડ – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનેત્રી શ્વેતા તિવારીની બહેન અર્પિતાની હત્યાના કેસમાં એકની ધરપકડ

અભિનેત્રી શ્વેતા તિવારીની બહેન અર્પિતાની હત્યાના કેસમાં એકની ધરપકડ

 | 2:39 pm IST

ટીવીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની બહેન અને જાણીતી એન્કર અર્પિતા તિવારીની હત્યાના પ્રકરણમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે અર્પિતાની હત્યા 10 ડિસેમ્બરના રોજ થઈ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેના આધારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે અમિત હાજરા નામના શખ્સની ધરપકડ કરી છે. અમિત અને અર્પિતા વચ્ચે ફેસબુક પર વાતચીત થઈ હતી. વાતચીત થયાના 4 જ દિવસ પછી અર્પિતાની હત્યા થઈ હતી. પોલીસે અમિતને 20 જાન્યુઆરી સુધી કસ્ટડીમાં રાખશે અને પુછપરછ હાથ ધરશે.

મહત્વપૂર્ણ છે કે અર્પિતા તિવારી ગત 9 ડિસેમ્બરના રોજ તેના મીરા રોડ સ્થિત ઘરેથી નીકળી હતી. તેણે તેના પિતાને એક ઈવેન્ટ માટે એસેલ ટાવર જઈ રહી હોવાની વાત કરી હતી. પરંતુ બીજા દિવસે એટલે કે 10 ડિસેમ્બરના રોજ અર્પિતાની ડેડ બોડી એક બિલ્ડીંગ નીચેથી મળી હતી. જાણવા મળ્યાનુસાર આ બિલ્ડીંગમાં અર્પિતાના બોયફ્રેન્ડ પંકડ જાધવનો મિત્ર રહેતો હતો. આ બિલ્ડીંગના 15માં માળથી અર્પિતાની બોડી નીચે ફેંકવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી અર્પિતાની બોડી અર્ધનગ્ન અવસ્થામાં મળી હતી. અર્પિતા તેના બોયફ્રેન્ડથી અલગ થવા માંગતી હતી. હવે આ કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.