એક બેડ પર બે મિત્રોની હાજરીમાં હાર્દિક અને યુવતીનું આલિંગન.... - Sandesh
NIFTY 10,978.35 -29.70  |  SENSEX 36,377.68 +-142.28  |  USD 68.5800 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • એક બેડ પર બે મિત્રોની હાજરીમાં હાર્દિક અને યુવતીનું આલિંગન….

એક બેડ પર બે મિત્રોની હાજરીમાં હાર્દિક અને યુવતીનું આલિંગન….

 | 5:10 am IST

ગાંધીનગર, તા.૧૪

યૂ ટયૂબ ઉપર પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલને અભદ્ર હાલતમાં દર્શાવતા વધુ ત્રણ વીડિયો મંગળવારે પણ અપલોડ થયા હતા. સોમવારે કથિત સેક્સ ક્લિપિંગ દર્શાવતા બે વિડિયો બાદ નવા સોશ્યલ મિડિયામાં વાઈરલ આ ત્રણેય વિડિયોમાં એક બેડ ઉપર બે મિત્રોની હાજરીમાં હાર્દિક અને અજાણી યુવતી એકબીજાને વારંવાર આલિંગન કરી રહ્યા છે. વોડકા, એનર્જી ડ્રિંક્સની ચૂસ્કી લઈ રહ્યા હોય તેવા દર્શ્યોથી કથિત સેક્સકાંડને મુદ્દે સતત બીજા દિવસે રાજકારણ પણ ગરમાયુ છે.

હાર્દિક એન્ડ ગેંગ નામના એકાઉન્ટમાં અજાણી મહિલા સાથે સાવ કઢંગી હાલતમાં દર્શાવતા ૧૦-૧૦ મીનિટના બે વિડિયો યુ-ટયુબે સોમવારે સાંજે ડિલિટ કરી નાંખ્યા હતા. મંગળવારે સવારે આ જ એકાઉન્ટ ઉપર ફરીથી ૧૦-૧૦ મીનિટના બે અને એક ત્રણેક મીનિટનો વીડિયો અપલોડ થયો છે. જેમાં હાર્દિક પટેલ અને તેની સાથે રહેતા પાસના બે મિત્રો માથે મુંડન કરાવ્યાનુ દેખાય છે. ૨૨મી મે ૨૦૧૭ની તારીખ અને સાંજે ૬-૩૫થી લઈને રાત્રે ૧૧-૪૬ સુધીના અલગ અલગ ત્રણેય વિડીયો ક્લિપ સોમવારના બે વીડિયો કરતા તદ્દન અલગ સ્થળના છે, યુવતી પણ જુદી છે ! જે હિન્દીભાષામાં વાતચીત કરી રહી હોવાનું જણાય છે. નવી હોટલ, નવી યુવતી અને એકાંત નહી પણ ત્રણ સાથી મિત્રોની વચ્ચે હાર્દિક  યુવતી સાથે અંગત પળ માણતો હોવાનું જણાય છે.

બેડ પર વોડકા બોટલ ફેંકી

હાર્દિક અને પાસના કાર્યકરોએ ૨૧મી મેના રોજ બોટાદમાં મુડંન કરાવ્યુ હતુ. ત્યારપછીના દિવસે તે ક્યાં હતો તે જાણી શકાયુ નથી. પરંતુ, ૨૨મી મેની મધરાત સુધીના આ ત્રણ વીડિયો ક્લિપમાં આ ત્રણેય મુંડન કરાવેલી હાલતમાં અજાણી યુવતી સાથે દેખાય છે. હાર્દિકનો એક મિત્ર યુવતીનું પર્સ ફંફોસી રહ્યો છે જ્યારે બીજો વોડકાની બોટલ બેડ ઉપર ફેંકતો નજરે ચઢે છે. આ ત્રણેય બોક્સર પહેરીને બેડ ઉપર હતા.

સેક્સ એ મૂળભૂત અધિકારઃ મેવાણી

‘ડિયર હાર્દિક, ચિંતા ન કરશો. હું તમારી સાથે છું. સેક્સ એ મૂળભૂત અધિકાર છે. તમારી પ્રાઈવસી પર તરાપ મારવાનો કોઈને અધિકાર નથી’ – જીજ્ઞોશ મેવાણી આ પ્રકારે નિમ્નકક્ષાના કૃત્યને મૂળભૂત અધિકાર ગણાવતા ટ્વિટર ઉપર પણ તેનો વિરોધ થયો છે.