One by one to open shops in Rajkot from today, find out what number is the turn today?
  • Home
  • Corona live
  • રાજકોટમાં આજથી દુકાનો ખોલવા ‘એકી-બેકી’, જાણો આજે કયા નંબરનો છે વારો? 65000 દુકાનો પર સ્ટીકર

રાજકોટમાં આજથી દુકાનો ખોલવા ‘એકી-બેકી’, જાણો આજે કયા નંબરનો છે વારો? 65000 દુકાનો પર સ્ટીકર

 | 10:44 am IST

રાજ્ય સરકારે લોકડાઉન 4માં આપેલી છૂટછાટો અન્વયે રાજકોટમાં દુકાનો ખોલવા તા. 21ના રોજ (ગુરુવાર)થી એકી-બેકી નંબર આધારીત વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે જે માટે મહાપાલિકાએ શહેરમાં 65000 દુકાનોમાં એક નંબર અને 2 નંબરના સ્ટીકર લગાવ્યા છે. જીવન જરૂરિયાતની ચીજોના વેપારીઓ નિયમાનુસાર રોજ દુકાન ખોલી શકશે તેવી જાહેરાત મેયરે કરી છે.

મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે તા. 19.5થી શહેરની 65000 દુકાનો પર એકી અને બેકી નંબર (1 અને 2)ના સ્ટીકર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે આજે રાત સુધીમાં પૂર્ણ કરવા ધનિષ્ટ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહતમ દુકાનોમાં સ્ટીકર લાગવામાં આવી ચુક્યા છે અને બાકી રહેલ દુકાનોમાં પણ આજે રાત સુધીમાં આવરી લેવા કામગીરી ચાલું છે. તા.21થી આ સ્ટીકર મુજબની વ્યવસ્થા અમલી બનશે.

એક નંબરના સ્ટીકર વાળી દુકાનો એકી તારીખે અને બે નંબરના સ્ટીકરવાળી દુકાનો બેકી તારીખે ખુલ્લી રહેશે. તા. 21મીએ જે દુકાનો પર એક (1) નંબરનું સ્ટીકર લગાવાયું છે તે દુકાનો ખુલ્લી રાખી શકશે. તા. 22મીએ જે દુકાનો પર બે (2) નંબરના સ્ટીકર લગાવ્યું છે તે ખુલ્લી રહેશે. મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કન્ટેન્મેન્ટ સિવાયના વિસ્તારમાં ધંધા-રોજગાર શરતોને આધીન છુટછાટ આપવામાં આવી છે.

વેપાર-ધંધા માટે સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી એકી-બેકી અમલ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુ એટલે કે, કરિયાણું, ચા-પત્તિ (ચાની ભૂકી)-ખાંડ, ગોળ અને દૂધનું વેચાણ કરતા વેપારીઓ દરરોજ પોતાની દુકાન ખુલ્લી રાખી શકશે.

નિયમ ભંગ કર્યો તો પગલાં: મ્યુ.કમિશનર

મ્યુ.કમિશનરે ચીમકી આપી છે કે દુકાનો ખુલ્લી રાખવા બાબતે મહાનગરપાલિકા અને શહેર પોલીસ નિયમોનું પાલન કરાવશે. ઓડ આવન મુજબ દુકાનો ખુલે છે કે કેમ? તેનું ચેકિંગ કરાશે તેમજ જાહેરનામાંનો ભંગ થયાનું જણાતા કાર્યવાહી કરવામાં આવશે.

જાણો સમગ્ર વિગત: 70 ટકાથી વધુ કંપનીઓ કર્મીઓ માટે લઈ શકે છે નિર્ણય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન