એક ખૂણે એકલ બળે ધૂપ બધે પ્રસરંત જગમાં એવા જનમિયાં અગરબત્તીને સંત - Sandesh
NIFTY 10,747.15 +36.70  |  SENSEX 35,429.60 +142.86  |  USD 68.1100 -0.27
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Stree
  • એક ખૂણે એકલ બળે ધૂપ બધે પ્રસરંત જગમાં એવા જનમિયાં અગરબત્તીને સંત

એક ખૂણે એકલ બળે ધૂપ બધે પ્રસરંત જગમાં એવા જનમિયાં અગરબત્તીને સંત

 | 7:12 am IST

ચિંતન । વી.એમ. વાળંદ

જેમ ધૂપસળી ઓરડાના એક ખૂણામાં સળગી આખા ઓરડામાં પોતાની સુવાસ ફેલાવે છે તેમ સંત પુરુષો સદ્કાર્યાેથી સુવાસ સમગ્ર માનવ જાતમાં ફેલાવી પરોપકારની ભાવના ફેલાવે છે.

બીજા એક કવિ કહે છેઃ

જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે,

ઘસીને જાતને સંતો, અન્યને સુખિયાં કરે.

ધર્મ એટલે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ, ધર્મ એટલે આત્મ કલ્યાણની સીડી, આમ ધર્મ વ્યક્તિગત આચરણના વિષયમાંથી ધીરેધીરે વ્યાપક બનતો ગયો. ગુજરાતમાં અનેક સાધુ સંતોએ ધર્મને આધ્યાત્મ અને ભક્તિની સાથે સાથે માનવધર્મ સાથે સુપેરે જોડયો. જનસેવાને પ્રભુસેવા અને માનવ સેવાને માધવ સેવા ગણાવીને માનવ ધર્મ પ્રબોધ્યો. દ્રવ્ય યજ્ઞાોની સાથે સાથે ભૂદાન યજ્ઞા, નમ યજ્ઞા, નેત્ર યજ્ઞા જેવા સેવા યજ્ઞાો પ્રચલિત બન્યા. મંદિરોની સાથે સેવા મંદિર, શ્રમ મંદિર, ધામની સાથે આરોગ્ય ધામ, વિદ્યાધામ અને આશ્રમની સાથે વૃદ્ધાશ્રમ, મહિલા આશ્રમ જેવા શબ્દો વધુ સંભળાવા લાગ્યા. દાનમાં અન્નદાન, વસ્ત્ર દાનની સાથે રક્તદાન, દેહદાનનો મહિમા મંડિત થવા લાગ્યો. ગુજરાતમાં જન્મેલા અનેક સાધુ સંતોએ આત્મ કલ્યાણની સાથે, માનવ કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ થકી પોતાના સંન્યાસને ઉજાળીને ધર્મને એક નવી દિશા ચીંધી છે.

ગુજરાતમાં સીતારામ બાપા, જલારામ બાપા, સાયલાના લાલજી બાપા, બજરંગદાસ બાપુ, નડિયાદના સંતરામ મહારાજ, નારેશ્વરના રંગ અવધૂત, પ્રમુખ સ્વામી મહારાજ, શ્રી મોરારી બાપુ, રવિશંકર મહારાજ, વિનોબા ભાવે, જેવાના અનેકવિધ અન્નક્ષેત્ર, યજ્ઞાો તથા રણછોડદાસજી શ્રી પુનિત મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વ્યાકરણના રચયિતા હેમચંદ્રાચાર્ય પરમ પૂજ્ય શ્રી મોટાનો શિક્ષણ યજ્ઞા, ગ્રામીણ સેવક મુનિ સંતબાલજી, સસ્તા પુસ્તકોના પ્રકાશક શ્રી ભિક્ષુ અખંડાનંદ, કારણવતીર્થ ક્ષેત્રના શ્રી કુપાળુ મહારાજ, સુરેન્દ્રનગર પાસેના કોઠારિયાના ભગત, મુનિ આશ્રમ ગોરજમાં અનુબેન ઠક્કર, શ્રમ મંદિર સિંઘરોડ, વડોદરા સેવાતીર્થ તરસાલી, વડોદરા માતર પાસે સેવાતીર્થ, પણ જાણીતા છે મંથન જેવા સંકુલ કડી જાણીતાં છે.

મહંમદ પયગંબર, નરસિંહ મહેતા, મીરાંબાઈ, ગંગા સતી, સંત તુકારામ, સંત જ્ઞાાનેશ્વર વગેરેના જીવન આ સંત હૃદયની અપ્રતિમ સહનશીલતાના જવલંત ઉદાહરણો છે. તેમણે જગતના ઝેર પચાવીને જગતને અમૃતરસની લ્હાણી કરી છે. તેમણે અનિષ્ટોનો સામનો કરી સૌને માનવતાના મંગલ મંત્ર આપ્યો છે.

એક કવિ કહે છેઃ

હેમાળાના હેમ હૈયાં સાધુ સંતના

અગન લાગે એમ ગળશે પણ બળશે નહીં.

ધૂપસળી પોતાના શરીરને બાળીને ચારે તરફ સુવાસ ફેલાવે છે. બીજાને સુવાસ આપવા માટે તે મરી ફીટે છે. કોઈપણ સ્વાર્થ વિના માત્ર બીજાનું ભલું કરવા તે પોતાનો ભોગ આપે છે એજ રીતે સંતો બીજાના ભલા માટે પોતાનું જીવન ખર્ચી નાખે છે. બીજાને સુખી કરવા તેઓ અપાર કષ્ટો વેઠે છે. તેમના ભલાં કાર્યાે પાછળ કોઈ જ સ્વાર્થ રહેલો હોતો નથી. તેથી તેમનું જીવન ધૂપસળીની માફક ચારે બાજુ સારી ભાવનાઓથી સુવાસ ફેલાવે છે. આમ આવા સમાજને કલ્યાણકારી સંતો આપણા ગુજરાતનું ગૌરવ છે. જેમણે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા માનવ ધર્મને ગુજરાતમાં આગળ ધપાવ્યો છે. આવા, સંતો વંદનીય છે.

જેમ સમુદ્રને મળવા જતાં ગંગાજી માર્ગમાં તાપથી કષ્ટ પામતાં પ્રાણીઓને શીતળતા તથા શાંતિ આપે છે. વૃક્ષ, વનરાજીને નવું જીવન બક્ષે છે તથા અનેકની તૃષા છીપવે છે તેવી જ રીતે સંતો પોતાના જીવનકાળ દરમિયાન પાર વિનાના જીવોને સુખ તથા શાંતિ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે. ”સંત મારો આત્મા છે. મારી જીવંત મૂર્તિ છે. હું તેના રૂપ છું અને તે મારું પવિત્ર રૂપ છે.”

પરહિત કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર મહાત્માઓની વિશિષ્ટતાઓનો કોઈ પાર નથી. મહાત્માઓનાં હૈયા ઊંચા પર્વત પર રહેલા હીમ જેવા હોય છે. બરફ પર સૂર્યની ગરમી પડે તેનાથી બરફ બળતો નથી પણ સ્વયં પીગળી જાય છે અને ઠંડક આપે છે. જેમ જેમ વધુ ગરમી લાગે તેમ તેમ તે વધારે ને વધારે પીગળે છે. તેમ સાધુ પુરુષોના હૃદય પણ કષ્ટ કે કડવાશને અગ્નિ સહન કરી વધુ કોમળ કે અને વધુ કરુણામય બને છે. સંકટો, અપમાનો કે દુઃખથી મહાત્માઓના હૃદય બળીને ખાખ થતાં નથી. અર્થાત્ ભાવના શૂન્ય બનતાં નથી. પણ તેમાંથી માનવહિત કાજ એવા અને સહાનુભૂતિનો સ્ત્રોત વહે છે.