One Day BJP may get me assassinated like Indira Gandhi: Arvind Kejriwal
  • Home
  • Election 2019
  • કેજરીવાલનો સનસનીખેજ આરોપ, ઈન્દિરાની જેમ મારી પણ હત્યા કરાવી શકે છે BJP

કેજરીવાલનો સનસનીખેજ આરોપ, ઈન્દિરાની જેમ મારી પણ હત્યા કરાવી શકે છે BJP

 | 4:57 pm IST

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની જેમ તેમની પણ એક દિવસ હત્યા કરી દેવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી તેમની હત્યા કરાવી શકે છે. પંજાબમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતાં સમયે કેજરીવાલે એક ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. સીએમ પદ પર રહેતાં કેજરીવાલ પર પાંચ વખત હુમલો થઈ ચૂક્યો છે. કેજરીવાલે કહ્યું કે, 70 વર્ષોમાં ક્યારેય પણ કોઈ રાજ્યના મુખ્યમંત્રી પર પાંચ વખત હુમલો નથી થયો.

અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યો કે, હુમલા કેમ થઈ રહ્યા છે? આ સવાલનો જવાબ આપતાં તેઓએ કહ્યું કે, આ હુમલા કેમ થઈ રહ્યા છે, મારી શું ભૂલ છે, મેં શું ખોટું કર્યું છે, મને કોઈ કેમ મારશે. બીજેપીનું નામ લેતાં કેજરીવાલે કહ્યું કે, રાજનીતિક પક્ષ તેમની પર હુમલા કરાવી રહ્યું છે. તેઓએ કહ્યું કે, હું તો લોકોનાં બાળકોને ભણાવી રહ્યું છું, સ્કૂલ મોકલી રહ્યું છે, સારવાર કરાવી રહ્યો છું, હું ધર્મ અને પુણ્યનું કામ કરી રહ્યો છું. અને તે જ કારણ છે કે આ પાર્ટી મારા પર હુમલો કરાવી રહી છે. પહેલાં તો એ લોકોએ એક પેટર્ન બનાવી દીધી છે. એક બાદ એક નાના હુમલા કરાવી રહી છે. મને પાક્કો વિશ્વાસ છે કે એક દિવસ બીજેપીવાળા મને ખતમ કરી દેશે. મારી હત્યા કરાવી દેશે.

હાલમાં જ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર સમયે કેજરીવાલને એક યુવકે લાફો માર્યો હતો. આ અંગે કેજરીવાલે કહ્યું કે, આમ કરીને બીજેપી કહેશે કે, તે આમ આદમીનો કાર્યકર્તા હતો, અને કેજરીવાલથી નારાજ હતો. તો શું કોઈ કાર્યકર્તા નારાજ હોય તો તે મને મારી શકે છે? બીજેપીનો કોઈ કાર્યકર્તા મોદીજીથી નારાજી હોય તો તે તેમને મારી શકે છે. એક દિવસ મારું મર્ડર કરાવી નાખશે. અને પછી કહેશે, કેજરીવાલનો કોઈ કાર્યકર્તા હતો, નારાજ હતો, મર્ડર કરી દીધું.

આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે, હું એકલો એવો મુખ્યમંત્રી છું, મારી સિક્યોરિટી મારા જ કબ્જામાં નથી. જે આગળ પાછળ ફરી રહ્યા છે, તે તમામ લોકો બીજેપીને રિપોર્ટ કરે છે. મારા પીએસઓ પણ ભાજપને રિપોર્ટ કરે છે. ક્યાંક ઈન્દિરા ગાંધીની જેમ ભાજપવાળા મારા પીએસઓથી મને ખતમ કરાવી દેશે. મારી લાઈફ બે મિનિટની અંદર ખતમ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન