One Dead, Five Injured in Washington Shooting In US
  • Home
  • Featured
  • વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ પાસે અંધાધૂંધ ફાયરિંગ, 1નું મોત, 5 લોકો અત્યંત ગંભીર

વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ પાસે અંધાધૂંધ ફાયરિંગ, 1નું મોત, 5 લોકો અત્યંત ગંભીર

 | 10:15 am IST

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ગઇકાલે મોડી રાત્રે સ્થાનિક સમય પ્રમાણે અંદાજે 10.00 વાગ્યે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે 1 વ્યક્તિનું મોત થયું છે અને જ્યારે પાંચ લોકોને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે જગ્યાએ ગોળીબારની ઘટના બની હતી તે વિસ્તાર સ્થાનિક પોલીસે કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યાનુસાર, વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ પાસે મોડી રાતે ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને ત્યારપછી એમ્બ્યુલન્સમાં ઘણાં લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે. જે જગ્યાએ ગોળીબાર થયો છે તે જગ્યા અમેરિકન રાષ્ટ્રપતિના વ્હાઈટ હાઉસથી માત્ર 3 કિમી જ દૂર છે. સ્થાનિક ટીવી ચેનલ ફોક્સ-5ના જણાવ્યા પ્રમાણે 6 લોકોને ગોળી વાગી છે. તેમાંથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે.

આ પહેલાં અમેરિકાના ટેક્સાસમાં 31 ઓગસ્ટે થયેલા ગોળીબારમાં પણ 5 લોકોના મોત થયા હતા, જ્યારે 21 લોકો ઘાયલ થયા હતા. પોલીસે હુમલાખોરનો પીછો કરીને તેને મારી નાખ્યો હતો. ઓફિશિયલ આંકડા પ્રમાણે 2017માં ગોળીબારમાં અંદાજે 40 હજાર લોકોના મોત થયા છે.

આપને જણાવી દઇએ કે અમેરિકામાં આની પહેલાં પણ કેટલીય વખત ગોળીબારની ઘટનાઓ આવતી રહી છે. અમેરિકામાં ગન કલ્ચરને લઇ કેટલીય વખત વિરોધ થઇ રહ્યો છે પરંતુ દરેક વખતે આ કલ્ચરને બંધ કરવા માટે કોઇ એકશન લેવાતું નથી.

આ વીડિયો પણ જુઓ – મુંબઈના ક્રોફેડમાં 4 માળની ઈમારત ધરાશાયી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન