કરૂણતા તો જુઓ: લોકરક્ષક દળના પેપર લીકમાં એક પરિવારનું સર્વસ્વ લૂટાઇ ગયું - Sandesh
  • Home
  • Gujarat
  • કરૂણતા તો જુઓ: લોકરક્ષક દળના પેપર લીકમાં એક પરિવારનું સર્વસ્વ લૂટાઇ ગયું

કરૂણતા તો જુઓ: લોકરક્ષક દળના પેપર લીકમાં એક પરિવારનું સર્વસ્વ લૂટાઇ ગયું

 | 6:45 pm IST

ગુજરાત પોલીસમાં લોકરક્ષકની 9,713 જગ્યા માટે રવિવારે 29 સેન્ટરો ઉપર પરીક્ષાનું આયોજન થયું હતું અને પેપર લીક થતાં સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવતાં ઉમેદવારો ધૂંઆપૂંઆ થયા હતા. રાજ્યમાં અંધાધૂંધી અને અરાજકતા સર્જાઈ હતી. દૂર-દૂરથી વહેલી સવારથી પરીક્ષા કેન્દ્રો ઉપર નીકળેલા ઉમેદવારો ભારે હૈયે પરત ફર્યા હતા. કરુણતા તો જુઓ કે, પરીક્ષા તો આપી ન શક્યા તેવા ત્રણ અરજદારોનાં અકસ્માતમાં મોત નીપજ્યાં હતાં. માત્ર એટલું જ નહીં પરંતુ, ઉમેદવારોને પોલીસની લાઠીઓ ખાવાનો પણ વારો આવ્યો હતો. બોલો, પેપર લીક કરનારે લીક કર્યું અને સજા ભોગવાની અરજદારોને ? આ તે કયા ઘરનો ન્યાય ? બિચારા, એવા ઉમેદવારો કે જેઓ નાની-મોટી નોકરી કરતાં હતા અને રજા મૂકીને પણ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. જેમની પાસે ભાડાના પૈસા પણ નહોતા તેવા ઉછીના લઈને આવ્યા હતા.

વિધવા માતાના આશુઓ ને જે ચોધાર આશુએ રડી રહ્યો છે પોતાના પુત્રના વિરહમાં રડી રહી છે કારણે કે, આ માતા પર એક સાથે બે પહાડ તૂટી પડ્યા છે. એક તરફ પાંચ માસ અગાઉ લગ્ન કેરેલ પુત્રનું મોત થયું છે તો બીજી તરફ ઘરમાં એક નવ વધુએ પોતાનો પતિ ગુમાવ્યો છે. હવે જેના માથે સિંદુર અને હાથમાં હજુ લગ્નની ચૂડી પણ બદલાઈ નથી તે નારીએ પોતાનો પતિ ગુમાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના વિજાપુર તાલુકા વડાસણ ગામનો જયસીહ વિહોલ (26) નોકરીની તલાસમાં ગઇ કાલે વહેલી સવારે પાંચ વાગે પોતાના ઘરેથી અમદાવદ લોક રક્ષક દળની ભરતીની પરીક્ષા માટે પેપર આપવા નીકળેલ. જોકે પાપીઓના પાપે પરીક્ષા રદ થતા આ યુવાન પોતાના પિતરાઈ ભાઈ સાથે બાઈક ઉપર પોતાના ઘરે આવતો હતો ત્યારે ગાધીનગરના બાવલા ચોકડી પાસે બાઈક બસ વચ્ચે ટક્કર થતા આ યુવાનનું ઘટના સ્થળ પર મોત થતા એક વિધવા માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો હતો.

જોકે પરિવાર અને ગામ લોકો કહી રહ્યા છે કે સરકાર અને પરીક્ષાના પાપીઓઓના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો છે કારણ કે આ યુવાનને જો સમયસર પરીક્ષા થઇ હોત તો આ યુવાન પરત જલ્દી ન આવતો અને અકસ્માત ન થતો ત્યારે આ પેપર લીક કરનાર પેપર ના પાપીઓને કડક સજા થાય તે જરૂરી છે, તો બીજી તરફ ગામના યુવાનનું મોત થતા ગામ લોકોએ ગામના તમામ ધંધા રોજગાર બંદ રાખી સરકાર સામે વિરોધ નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન