One Indian Died In Kabul Gurudwara Attack
  • Home
  • Featured
  • અફઘાનિસ્તાન: ગુરૂદ્વારામાં થયેલા આતંકી હુમલામાં એક ભારતીયનું મોત

અફઘાનિસ્તાન: ગુરૂદ્વારામાં થયેલા આતંકી હુમલામાં એક ભારતીયનું મોત

 | 8:13 am IST

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શિખ ધાર્મિક સ્થળ પર આતંકી હુમલામાં એક ભારતીયનું મોત થયું છે. બુધવારના રોજ થયેલા આ હુમલામાં કુલ 11 લોકોના મોત થયા છે. રોયટર્સના મતે શિખ ધાર્મિક સ્થળ પર થયેલા હુમલામાં સુસાઇડ બોમ્બર્સ સામેલ હતા. આ હુમલો શોર બજાર સ્થિત ગુરૂદ્વારામાં થયો હતો.

મળતી માહિતી પ્રમાણે સ્થળ પર સ્પેશ્યલ ફોર્સના જવાન પહોંચી ગયા હતા. અફઘાનિસ્તાન મીડિયાએ કહ્યું કે બિલ્ડિંગની અંદર કેટલાંય લોકોને બચાવી લેવાય છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં વસેલા શિખ સમુદાયના લોકો મુખ્યત્વે જલાલાબાદ અને કાબુલમાં રહે છે.

અફઘાનિસ્તાનમાં પહેલાં પણ શિખો પર હુમલો
આપને જણાવી દઇએ કે અફઘાનિસ્તાનમાં શિખો પર પહેલાં પણ હુમલા થઇ ચૂકયા છે. 1 જુલાઇ 2018ના રોજ જલાલાબાદમાં શિખોને ટાર્ગેટ કરીને આત્મઘાતી હુમલો કરાયો હતો તેમાં અંદાજે 10 શિખના મોત થયા હતા. આઇએસઆઇએસના સ્થાનિક એકમે આ હુમલાની જવાબદારી લીધી હતી.

આની પહેલાં 15મી માર્ચના રોજ અફઘાનિસ્તાનના કાંઘાર પ્રાંતમાં તાલિબાન હુમલામાં સાત પોલીસકર્મીના મોત થયા હતા. પ્રાંતીય પોલીસના પ્રવકતા જમાલ બારિકજઇના મતે ઝાલી જિલ્લાના ચરસખી વિસ્તારમાં આતંકી હુમલો થયો હતો. બારિકઝઇએ કહ્યું કે હુમલા માટે જવાબદાર તાલિબાનના આતંકી ઘટનાસ્થળથી ભાગી નીકળ્યા. જો કે તાલિબાને હુમલાને લઇ કોઇ પ્રતિક્રિયા આપી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન