Gunfight between millitant and security personnel, one jawan martyred
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કૂપવારામાં આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, અન્ય એકની હાલત ગંભીર

કૂપવારામાં આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, અન્ય એકની હાલત ગંભીર

 | 6:46 pm IST

જમ્મૂ કાશ્મીરમાં કૂપવારામાં આવેલા સાદુગંગા જંગલમાં આતંકીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં એક સૈનિક શહીદ થઈ ગયો હતો. જ્યારે અન્ય એક ભારે ગંભીર થયો હતો. હાલમાં અથડામણ ચાલું છે. શહીદ થયેલા વીર જવાનની ઓળખ સિપાઈ મુકુલ મીના તરીકે કરવામાં આવી છે તે પેરા રેજીમેન્ટ 3માં ફરજ બજાવતા હતા.

કૂપવારા જિલ્લાના જંગલ વિસ્તારમાં સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ધનાધન ગોળીબારમાં બુધવારે સુરક્ષા જવાન શહીદીને વર્યો હતો. જ્યારે તેનો સહયોગી અતિ જખમી થતાં તે હાલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

આર્મીના સૂત્રોનું કહેવું છે કે શહીદની ઓળખ સિપાઈ મુકુલ મીના તરીકે થઈ છે. તે પેરા રેજિમેન્ટ 3માં સેવા પર નિયુક્ત હતા. દરમિયાન આ ઘટના ઘટી હતી. કૂપવારા સાદૂગંગા વિસ્તારમાં હાલમાં આતંકીઓ અને સુરક્ષા જવાન વચ્ચે અથડામણ ચાલું જ છે.

સૂત્રોનું કહેવું છે કે આ ઓપરશન જંગલ વિસ્તારમાં મંગળવારે શરૂ કરવામાં આવ્યું હતું. સૈન્યને આતંકી ગ્રુપ વિશે માહિતી મળી હતી. જેને પગલે ઓપરેશન ઓલ આઉટ હેઠળ કામગીરી કરવામાં આવી હતી. આતંકીઓ જે જગ્યાએ છૂપાયા હતા. ત્યાં સેનાના સુરક્ષા જવાનોએ ધાબો બોલી દીધો હતો.