One lakh people are downloading this Indian app every hour after the ban on Tiktok
  • Home
  • Technology
  • ટિકટોક પર પ્રતિબંધ બાદ દર કલાકે એક લાખ લોકો ડાઉનલોડ કરી રહ્યા છે આ ભારતીય એપ

ટિકટોક પર પ્રતિબંધ બાદ દર કલાકે એક લાખ લોકો ડાઉનલોડ કરી રહ્યા છે આ ભારતીય એપ

 | 5:03 pm IST

ચીનના ટિકટોકને ટક્કર આપવા માટે ભારતીય એપ ચિંગારીની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે. ભારત સરકરા દ્વારા ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચિંગારી એપના ડાઉનલોડમાં ખુબ જ ઉછાળો આવ્યો છે. ચિંગારીના કો-ફાઉન્ડર અને ચીફ પ્રોડક્ટ ઓફિસર સુમિત ઘોષે પોતાના એક ટ્વીટમાં જણાવ્યું કે, ચિંગારી એપ દર કલાકે એક લાખ વાર ડાઉનલોડ કરવામાં આવી રહી છે. માત્ર આટલું જ નહી આ એપ્પના વ્યૂ દર 30 મિનિટમાં 10 લાખ સુધી વધી રહ્યા છે. આલમ તે હતો કે વધુ ડાઉનલોડ્સને કારણે સ્પાર્ક એપનો સર્વર ડાઉન થઈ ગયો હતો, ત્યારબાદ એપ્લિકેશનના સહ-સ્થાપકે લોકોને ટ્વિટર પર ધીરજ રાખવાની અપીલ કરી હતી.

ટિકટોકનું દેસી વર્ઝન છે ચિંગારી

ચિંગારી એપ્પમા વીડિયોને અપલોડ અને ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય આ એપ્પમાં ફ્રેંડ સાથે ચેટિંગ, નવા લોકો સાથે વાતચીત, ફીડ દ્વારા બ્રાઉઝિંગની સાથે વોટ્સએપ સ્ટેટસ, વીડિયો, ઓડિયો ક્લિપ્સ, GIF સ્ટીકર્સ અને ફોટોની સાથે ક્રિએટિવિટી કરી શકાય છે.

ચાઇનીઝ એપ્પ પર પ્રતિબંધ બાદ વધ્યા ડાઉનલોડ્સ

ચિંગારી એપ્પના ડાઉનલોડ્સમાં સરકાર દ્વારા 59 ચાઇનીઝ એપ્પ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ખુબ જ વૃદ્ધી થઇ છે. ભારત સરકારે ટિકટોક સહિત કુલ 59 ચીનની એપ્સ પર પ્રતિબંધ લાદી દીધો છે. તમને જણાવી દઇએ કે, ભારત અને ચીન વચ્ચે ગત થોડા સમયથી સીમા વિવાદને લઇ તણાવની સ્થિતિ બનેલ છે.

25 લાખથી વધારે ડાઉનલોડ્સ

ચિંગારી એપ્પ અત્યાર સુધીમાં પ્લે સ્ટોર પર 25 લાખથી વધુવાર ડાઉનલોડ થઇ ચૂકી છે. એપ્પ લોન્ચ થતા જ ખુબ જ લોકપ્રિય થઇ ગઇ હતી. શરૂઆતના 72 કલાકમાં આ એપ્પ 5 લાખવાર ડાઉનલોડ થઇ હતી. આ એપ્પ હાલમાં અંગ્રેજી સિવાય 9 અન્ય ભાષામાં પણ ઉપલબ્ધ છે. આ એપ્પ હિંદી, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી, મલયાલમ, તમિલ અને તેલગૂ ભાષાને સપોર્ટ કરે છે.

મિત્રો એપ્પ પણ ટિકટોકને આપી રહી છે ટક્કર

આ એપ્પ ટિકટોકના દેસી વર્ઝન તરીકે લોન્ચ થઇ હતી. તેને લોકોએ હાથહાથ ડાઉનલોડ કરી. આલમ એ હતો કે, માત્ર એક મહિનામાં જ આ એપ્પના ડાઉનલોડની સંખ્યા 50 લાખ પાર પહોંચી ગઇ. આ એપ્પને લઇ ભારતમાં ખુબ જ ચર્ચા થઇ હતી. બાદમા આ એપ્પનું પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું હતું. બાદમાં આ એપ્પને પ્લે સ્ટોરથી હટાવી દેવામાં આવી હતી.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ એક સત્રની સ્કૂલ ફી માફીની માગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન