NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ટેન્કરની ટક્કરથી હજીરાના યુવકનું મોત,પહેલા પણ બે વાર અકસ્માતમાં માંડ માંડ બચ્યો હતો

ટેન્કરની ટક્કરથી હજીરાના યુવકનું મોત,પહેલા પણ બે વાર અકસ્માતમાં માંડ માંડ બચ્યો હતો

 | 12:16 pm IST

હજીરાની રિલાયન્સ કંપનીના ગેટ નંબર 3 સામે ટેન્કરે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આજે સવારે ટેન્કરની ટક્કરથી બાઈક પર જઈ રહેલા બે મિત્રો પટકાયા હતાં જેમાંથી એકનું મૃત્યું થયું છે. આ બંને એસ્સાર કંપનીમાં કામ પર જઈ રહ્યાં હતાં.

monty-2

હજીરા વિસ્તારમાં આવેલી એસ્સાર કંપનીમાં કામ કરતાં મોન્ટી કલ્પેશ તંબોલી(ઉ.વ.આ.24) (રહે. બાબા સાંઈ સીતારામ સોસાયટી કવાસ ગામના) મિત્ર ધર્મેશ પટેલ સાથે આજે સવારે કામ પર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન રિલાયન્સ કંપનીના ગેટ નંબર 3 સામે ટેન્કરે બાઈકને ટક્કર મારી હતી. જેથી ધડાકાભેર બન્ને મિત્રો નીચે
પટકાયાં હતાં. આ જોતા તરત જ સ્થાનિકોએ 108ને જાણ કરી હતી અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યારે ધર્મેશને ફ્રેક્ચર થયું હતું.

monty

મૃતક મોન્ટીના આ પહેલા પણ બે જીવલેણ અકસ્માત થઈ ચુક્યાં હતાં. પહેલાના અકસ્માતમાં તેને બ્રેઈન હેમરેજ થયું હતું. તે વખતે પણ તે માંડ માંડ બચ્યો હતો પરંતુ આ વખતે તો તે મોતથી જીતી ન શક્યો.

;