One Man Naked For 10 Thousand Rupees And Cleaned It In Mumbai
  • Home
  • Featured
  • માત્ર 10,000 રૂપિયાના બાકી લેણા માટે 48 વર્ષના શખ્સને નગ્ન કરી આવું કામ કરાવ્યું

માત્ર 10,000 રૂપિયાના બાકી લેણા માટે 48 વર્ષના શખ્સને નગ્ન કરી આવું કામ કરાવ્યું

 | 9:11 am IST

દસ હજાર રૂપિયા આપ્યા નહી એથી રાજસ્થાનના એક વેપારીને નગ્ન કરી તેને પૂરી એ જ હાલતમાં સફાઈ કરાવાઇ હોવાની ચોંકાવનારી ઘટના શનિવારે કાલબાદેવીમાં બની હતી. એટલુ જ નહી એ અવસ્થાના ફોટા પાડી સોશિયલ મીડિયા પર જાહેર કરી દેવાની ધમકી આપી રૃપિયા આપવા દબાણ કરનાર વેપારી સામે એલ.ટી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

મૂળ રાજસ્થાનના 48 વર્ષના ચંદનસિંહ ચૌહાણ કર્ણાટકમાં કપડાનો વ્યવસાય કરે છે. તેઓ કાંદિવલીમાં રહેતા અને કાલબાદેવીમાં દુકાન ધરાવતા 46 વર્ષના આશિષ ગાંધી પાસેથી સાડી લઇ કર્ણાટકમાં સપ્લાય કરતા હતા. તેમણે આશિષ ગાંધીને રૂપિયા 10000 આપવાના નીકળતા હતા.

29 નવેમ્બરે ચંદનસિંહ તેમનું મુંબઈનું કામ પતાવી પાછા કર્ણાટક જવા નીકળ્યા હતા. એ વખતે આશિષ ગાંધીએ તેમને પરાણે ખેંચીને પોતાની દુકાનમાં લઇ ગયા હતા. 10000 રૂપિયાની લેણી રકમ આપવા તેમણે ચંદનસિંહ પર દબાણ કર્યું હતું એટલુ જ નહી તેની મારઝૂડ કરી તેને નગ્ન થવા ફરજ પાડી હતી. એટલુ જ નહી એ જ અવસ્થામાં તેની પાસે દુકાનની સફાઈ કરાવી હતી. એ ઘટનાના ફોટા પાડી લઇ એ વાઇરલ કરી દેવાની પણ તેને ધમકી આપી હતી. એ રાત તેને દુકાનમાં જ ગોંધી તેનો મોબાઈલ અને કપડા લઇ આશિષ ગાંધી નીકળી ગયા હતા.