One man who is flying like harry potter video goes viral
  • Home
  • Featured
  • અદ્ભૂત VIDEO: જાદુના નામ પર લોકોને મામુ રમાડતાં શખ્સનો ફિયાસ્કો, ભાઈ હવામાં ઉડતા હતા!

અદ્ભૂત VIDEO: જાદુના નામ પર લોકોને મામુ રમાડતાં શખ્સનો ફિયાસ્કો, ભાઈ હવામાં ઉડતા હતા!

 | 10:53 am IST

અમેરિકાની વાત છે. એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. એક યુવાન હેરી પોટરની જેમ ઝાડુ લઈને ઉડી રહ્યો છે. લોકો શરૂઆતમાં તો આ વીડિયો જોઈને માથું ખજવાળવા લાગ્યા. તમે પણ જોશો તો વિચારમાં પડી જશો. પરંતુ છેલ્લે છેલ્લે ફિયાસ્કો કરે છે અને સાચી હકીકત જણાવે છે.

આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. 15 સેકન્ડનો આ વીડિયો 15 લાખ કરતાં પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ શખ્સે આ વીડિયોમાં જાદુની એક ટ્રિક બતાવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે શરૂઆતમાં આ શખ્સ ઝાડુ પર લટકાઈને ઉડી રહ્યો છે.

થોડો સમય તો બધાને અચરજ લાગે એવું કામ કરનાર યુવક અચાનક જ મોટુ રાજ ખોલે છે અને વચ્ચે રહેલો કાચ બતાવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ રહ્યા છે. તો થોડો વર્ગ આ વીડિયોની મજા લેતા પણ જોવા મળી રહ્યા છે. તો જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન