One Mistake By SVP and Corporation Leads to Whole Family in Corona Positive
  • Home
  • Ahmedabad
  • SVPની એક ભૂલ આખા પરિવારને ભારે પડી, તમામ લોકોને થયો કોરોના, હવે માગી માફી

SVPની એક ભૂલ આખા પરિવારને ભારે પડી, તમામ લોકોને થયો કોરોના, હવે માગી માફી

 | 4:54 pm IST

એક સરખા નામને કારણે કેટલી મોટી આફત આવી શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. અમદાવાદની SVP હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં એકસરખા નામને કારણે પરિવારના મોભીને રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. પણ થોડા જ કલાકો બાદ તેઓનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવી પરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોભીના પુત્રએ આરોપ લગાવ્યો હતો કે, SVPની ભૂલને કારણે સમગ્ર પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો છે.

હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના મોભીને 21 મેના રોજ SVP હોસ્પિટલે પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી ઘરે મોકલી દીધા હતાં. 8 કલાક બાદ મોડી રાતે ફોન કરી અને કહેવામાં ભૂલ થઈ હતી, તમારો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે કહી અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ મામલે વિવાદ વધતાં એસવીપી હોસ્પિટલ દ્વારા માફી માગવામાં આવી હતી.

આ મામલે અસરાની પરિવારના મોભીના પુત્ર હર્ષ અસરાનીએ ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, કોર્પોરેશન અને SVP હોસ્પિટલની બેદરકારીના કારણે પોતાનો આખો પરિવાર કોરોના પોઝિટિવ થયો છે. હર્ષ અસરાનીએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. પણ આ મામલે તંત્ર દ્વારા હર્ષને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. હર્ષ દ્વારા સતત ફોન કરવામાં આવ્યા બાદ તેને કોરોના પોઝિટિવ હોવાનું જણાવવામાં આવ્યું હતું. પણ ત્યાં સુધી હર્ષનો ચેપ તેની પત્ની અને માતા-પિતાને લાગી ગયો હતો. અને તેઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

આમ એસવીપી હોસ્પિટલ અને અમદાવાદ તંત્રની ઘોર બેદરકારીને કારણે એક પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો છે. એસવીપી દ્વારા માનવભૂલ ગણીને માફી તો માગી લેવામાં આવી છે. પણ આ એક ભૂલ આખા પરિવારને હાલ તો ભારે પડી રહી છે. તંત્ર દ્વારા કોરોના રિપોર્ટની માહિતી આપવામાં સામે આવેલી બેદરકારી પણ અવગણનાને લાયક નથી. અને આ પરથી સાબિત થાય છે કે, અમદાવાદ તંત્ર દ્વારા કોરોના પોઝિટિવનો આંકડો છૂપાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન