One month notice if there is a tenant, but the ministers vacated the house overnight!
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાડુઆત હોય તો એક મહિનાની નોટિસ, પણ મંત્રીઓને રાતોરાત ઘર ખાલી કરાવ્યા!, GAD-R&Bએ નોટિસ ફટકારતાં આંચકો

ભાડુઆત હોય તો એક મહિનાની નોટિસ, પણ મંત્રીઓને રાતોરાત ઘર ખાલી કરાવ્યા!, GAD-R&Bએ નોટિસ ફટકારતાં આંચકો

 | 7:41 am IST
  • Share

નવા મુખ્યમંત્રીની વરણીના પગલે નવા મંત્રીમંડળની રચનામાં જે ફિયાસ્કો થયો છે તેની અસર તો ભાજપના સંગઠન અને પાયાના કાર્યકરોના મોરલ પર કેવી પડશે તે તો આવનારો સમય જ કહેશે પરંતુ રૃપાણીની વિદાય બાદ તેમના મંત્રીમંડળના અત્યંત વરિષ્ઠ ગણાય અને વર્ષોના રાજકારણ, વહીવટના પાકટ અનુભવી ગણાય તેવા મંત્રીઓ સહિત મંત્રી આવાસમાં રહેતા તમામને ય્છડ્ઢ-ઇશ્મ્એ સત્તાવાર નોટિસો પાઠવી તેમના રહેઠાણ રાતોરાત ખાલી કરી દેવા તાકીદ કરી દેવાતાં માત્ર આ મંત્રીઓનો જ માનભંગ નથી થયો પરંતુ તેમના સેંકડો કાર્યકરોના મનમાં પણ ઉગ્ર અસંતોષનો ભારેલો અગ્નિ પ્રજ્વળી રહ્યો છે.

પાટનગરના મંત્રી નિવાસમાં મંગળવારે બપોરથી જ માહોલ સાહજિક જ સક્રિયતાનો હતો. પરંતુ વિદાય લેનારા મંત્રીમંડળના સભ્યોને બપોરે જ જીએડી અને રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ્સ તરફથી રાતોરાત મંત્રીમંડળના નવા સભ્યો માટે આવાસ ખાલી કરી દેવાની નોટિસ મળી. ગાંધીનગરથી નજીકના શહેરોમાં ઘર ધરાવનારાને ખાસ તકલીફ ન પડી. પરંતુ સૌરાષ્ટ્ર સહિત દૂરના વિસ્તારોના મંત્રીઓએ રાતોરાત વાહન અને માણસોની વ્યવસ્થા માટે ઉચાટ અને દોડાદોડી કરવી પડી.

કાર્યકરોનો આક્રોશ એ વાતે હતો કે, જૂના મંત્રીને બદલવા, નવા કોને રાખવા કે નહીં તે નિર્ણય પક્ષ અને મુખ્યમંત્રીનો હોઈ શકે છે. પરંતુ તેમને રાતોરાત મકાન ખાલી કરવાનું કહેવું એ તો તેમનું ધરાર અપમાન છે. એવી પણ કેટલાકે દલીલ કરી કે, રાજ્યમાં એક ભાડૂઆતને ય મકાન ખાલી કરવા એક મહિનાની નોટિસ આપવી પડે છે. તો આ તો દાયકાના અનુભવી મંત્રીઓની ય કફોડી હાલત કરી હતી. કેટલાક મંત્રીઓ તો રાજકારણ-વહીવટમાં ૨૦-૨૦ વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે રાજ્યના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જે તે વિષયમાં તેમનું જ્ઞાાન એ પક્ષ અને સરકાર માટે મોટું ભાથુું છે. તેમની સાથે આ વ્યવહારની ટીકા થઈ રહી છે. કેટલાક વરિષ્ઠ મંત્રીઓ તેમના આ અપમાનનો કડવો ઘૂંટડો ગળી ગયા અને રોષે ભરાયેલા પોતાના અનુયાયીઓને શાંત રાખવામાં સફળ થયા. પરંતુ કાર્યકરોમાં ય રોષ તો ભભૂકે જ છે.

અનુભવી મંત્રીઓને બદલે નવા સવાને મંત્રી બનાવવા સામે તેમની દલીલ છે કે, આગામી ચૂંટણીમાં વધુ બેઠકોથી જીતવાની વ્યૂહરચનારૃપે આમ કરાય છે પણ તદ્દન નવા જે આવશે તેને વહીવટનો, અમલદારોનો કોઈ જ અનુભવ નહીં હોય. વહીવટીતંત્ર પર તેમની પકડનો સદંતર અભાવ વર્તાશે. તો તેવામાં આખી ગણતરી જ ખોટી પડવાનો ય ભય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન