One more bollywood actress disa patni to do plastic surgery
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિશા પટનીએ કરાવી પ્લાસ્ટિક સર્જરી, સામે આવ્યા ફોટા

દિશા પટનીએ કરાવી પ્લાસ્ટિક સર્જરી, સામે આવ્યા ફોટા

 | 9:14 pm IST
  • Share

  • વધુ એક એકટ્રેસે કરવી પ્લાસ્ટિક સર્જરી
  • દિશા પટનીએ ચહેરામાં કરાવ્યા ફેરફાર
  • યુઝર્સને દિશાનો ચહેરો લાગ્યો અલગ

અનેક દિગ્ગજ અભિનેત્રીઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે જેમાંથી કોઈના ચહેરામાં સુધાર આવ્યો છે તો કોઈના ચહેરા બગડ્યા છે ત્યારે વધુ એક એક્ટ્રેસે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.દિશા પટની હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’ના પ્રીમિયરમાં દેખાઈ હતી.ત્યારે તેના ચહેરામાં ઘણો બદલાવ જોવા મળ્યો.

દિશાએ કરવી પ્લાસ્ટિક સર્જરી

દિશા પટની પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ સુંદર લાગવાને બદલે બદસુરત લાગી રહી છે. તેના ચહેરામાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પ્રીમિયરના વીડિયો જોતા જ યુઝર્સે કમેન્ટનો ઢગલો કરી દીધો હતો..અને એ પછી પ્લાસ્ટિક સર્જરી કરાઈ હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. ઘણા યુઝર્સે કહ્યું કે દિશાએ નાક અને હોંઠની પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય તેવું લાગી રહ્યું હતું 

 

દિશા શૂપર્ણખા: યુઝર

દિશાને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે ફની કમેન્ટ કરી. એક યુઝરે લખ્યું, ‘દિશાની દિશા બદલાઈ ગઈ.’ બીજા યુઝરે લખ્યું, ‘દિશાનો લુક પહેલાં જેવો નથી, તે અલગ લાગી રહી છે.’ ત્રીજા યુઝરે કહ્યું, ‘વધુ એક એક્ટ્રેસે પ્લાસ્ટિક સર્જરીથી પોતાની ચહેરો બગડ્યો.’ એક યુઝરે કહ્યું, ‘આ રિસાઇકલ પ્લાસ્ટિકનો ટુકડો લાગી રહી છે.’ અન્ય યુઝરે કહ્યું, ‘દીદી શૂપર્ણખા બનીને આવવાની શું જરૂર હતી?’

 

તેલુગુ ફિલ્મથી કર્યું  ડેબ્યુ

તેલુગુ ફિલ્મના ડિરેક્ટર પુરી જગન્નાથે દિશાને ‘લોફર’ મૂવી માટે કાસ્ટ કરી હતી.  ત્યાંથી દિશાની ફિલ્મમાં એન્ટ્રી થઈ. દિશાએ હિન્દી ફિલ્મમાં ડેબ્યુ 2016માં આવેલી ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’થી કર્યું.

ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ

દિશા પટની ઘણીવાર બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે જોવા મળે છે.કરિયરની શરુઆતથી બંનેનું રિલેશનશિપ ઓપન છે. એક ઇન્ટરવ્યૂમાં ટાઈગર શ્રોફના પિતા જેકી શ્રોફે કહ્યું હતું, શું ખબર આગળ જઈને બંને લગ્ન કરી લે?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો