બિટકોઈન છેતરપિંડીને મામલે અમદાવાદમાં નોંધાયી વધું એક ફરિયાદ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • બિટકોઈન છેતરપિંડીને મામલે અમદાવાદમાં નોંધાયી વધું એક ફરિયાદ

બિટકોઈન છેતરપિંડીને મામલે અમદાવાદમાં નોંધાયી વધું એક ફરિયાદ

 | 8:34 pm IST

બિટકોઈન 12 કરોડ કૌભાંડના કેસમાં  સીઆઈડી ક્રાઈમ તપાસ ચલાવી રહ્યી છે ત્યારે અમદાવાદમાં બિટકોઈન છેતરપિંડી અંગેની વધું એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં એક વ્યક્તિ દ્વારા 10 બિટકોઈન ફ્રીઝ કરી લઈને 29 લાખ રૃપિયાની છેતરપીંડી આચરી હોવાનું નોંધાવવામાં આવ્યું છે. આ મામલે ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. આમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બિટકોઈનની તપાસમાં ઝંપલાવવા માટે છેલ્લા ઘણા સમયથી તલપાપડ થઈ રહ્યું હતું અંતે તે સફળ રહેવા પામ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બિટકોઈન કેસ ખૂબજ જટીલ હતો એટલે CID ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ પહેલા પ્રાથમિક તપાસ કરવાનું નક્કી કર્યુ હતું. જેમાં એવી હકીકત બહાર આવી કે, બિટકોઈનમાં અપહરણ કરીને પડાવી લેવાના કેસમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ૩૨ કરોડ રૃપિયાના હવાલા પાડવાનું નક્કી કર્યુ હતું. જેમાં CID ક્રાઈમ પોતે ફરિયાદી બનીને બે પોલીસ અને સુરતના કેતન પટેલની ધરપકડ કરીને બિટકોઈનનો મોટાભાગના વ્યવહારો ખોલી નાંખ્યા હતા. ત્યારબાદ SP જગદીશ પટેલ અને કિરીટ પાલડીયાની ધરપકડ કરીને સુરતમાં અબજો રૃપિયાના બ્લેકમની બિટકોઈનમાં રોકાયા હોવાનો અને સુરતના ધવલ માવાણી પાસેથી શૈલેષ ભટ્ટે 2250 બિટકોઈન ITના અધિકારી બનાવીને પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે CID ક્રાઈમે તેની પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જેમાં 15થી વધુ લોકોના નિવેદનો લઈ લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બિટકોઈનનો બીજો ગુનો નોંધીને મોટા માથાઓ, રાજકારણીઓ, બિલ્ડરો સહિતને ઝપટમાં લેવામાં આવશે.

બીજી તરફ CID ક્રાઈમમાં સાયબર સેલમાં અપૂરતી સુવિધા હોવાથી તેમને બિટકોઈનની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને દૂર રાખીને એફએસએલ અને સાયબરની મદદ લઈને કોકડું ઉકેલી લીધું હતું. એટલુ જ નહીં સુરતમાં સૌથી વધુ બિટકોઈનમાં રોકાણ કરવામાં આવ્યું હોવાનું બીજી તપાસ ચાલુ કરી દીધી છે. જો કે,આ તપાસમાં CID ક્રાઈમે એન્ફોસમેન્ટ વિભાગ અને આઈટીની મદદ લેવાનું નક્કી કર્યુ હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું.

CID ક્રાઈમ બિટકોઈનની તપાસમાં હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સપ્ટેમ્બર 2017માં સીજીરોડ ઉપર 10 બિટકોઈનનું બારોબાર વેચાણ કરીને 29 લાખ રૃપિયાની ઠગાઈ આચરી હોવાની અરજી લીધી હતી. જેમાં તપાસ કરીને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હવે બિટકોઈનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં સામેલ થતા તપાસનો દોર સુરત સુધી લંબાઈ શકે તેમ છે.