one-more-feature-who-among-your-followers-is-online-testing-twitter-will-soon-show
  • Home
  • Technology
  • Twitterના આ નવા ફીચર્સથી યૂઝર્સને થશે ખુબ ફાયદો

Twitterના આ નવા ફીચર્સથી યૂઝર્સને થશે ખુબ ફાયદો

 | 12:11 pm IST

માઇક્રો બ્લોગીંગ સાઈટ Twitter પોતાના કરોડો યૂઝર્સને ધ્યાનમાં રાખી એક નવુ ફીચર્સ લાવશે જેનાથી યૂઝર્સને થશે ખુબ ફાયદો.આ ફિચર્સમાં યૂઝર્સને દેખાશે કે તેમના ફોલોઅર્સમાંથી હાલ કોણ ઓનલાઈન છે.Twitterનું આ ફિચર્સ સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુકની જેમ કામ કરશે.એટલે કે જેવી રીતે ફેસબુકના યૂઝર્સને એ માહીતી મળે છે કે તેમના ફ્રેન્ડલીસ્ટમાં કોણ ઓનલાઈન છે તેવી જ સુવીધા હવે Twitter પર મળશે.

Twitterના સીઇઓ જૈક ડોર્સે ટ્વીટ કરી આ માહિતી આપી હતી. જૈક ડોર્સે જણાવ્યુ હતુ કે આ ફીચર્સથી ખબર પડશે કે હાલ કોણ ઓનલાઈન છે. ડોર્સે પોતાના ટ્વીટની સાથે કેટલાક નમુનાઓ પણ રજૂ કર્યા.

Twitterના પ્રોડક્ટ હેડ સરાહ હૈદરે પણ આ નવા ફીચર્સની માહિતી આપી હતી. આ પહેલા પણ Twitterમાં મોમેન્ટ્સ ફીચર્સ લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. આ ફીચર્સથી Twitter પર રહેલી સારી સ્ટોરીને જોઈ શકાશે. હવે તમે Twitterમાં મોમેન્ટ્સ ફીચર્સ પર એક ક્લીક કરશો તો તમે ખુબજ સરળતાથી Twitter પર મુકેલી સૌથી સારી વસ્તુઓ જોઈ શકશો.