માર દીયા જાય યા દેશ છોડ દીયા જાય, અમેરિકન-સિખને મળી ધમકી - Sandesh
  • Home
  • NRI
  • માર દીયા જાય યા દેશ છોડ દીયા જાય, અમેરિકન-સિખને મળી ધમકી

માર દીયા જાય યા દેશ છોડ દીયા જાય, અમેરિકન-સિખને મળી ધમકી

 | 11:54 am IST

અમેરિકાના ઈન્ડિયાનામાં ભારતીય અમેરિકન સિખને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મોનરો હોસ્પિટલમાં ડોક્ટર અમનદિપસિંહને સેલફોનમાં ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. આ ઘટનાને હેટ ક્રાઈમ સાથે જોડવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં હેટક્રાઈમની ઘટનાનું પ્રમાણે ખૂબ જ વધી ગયું છે.

મીડિયા અહેવાલ પ્રમાણે કોમ્યુનિટી લીડર્સે જણાવ્યું હતું કે અમનદીપ સિંહને આ મેસેજ કોઈ અજાણી વ્યક્તિએ મોકલાવ્યો હતો.
ધમકી આપનારા શખ્સે મેસેજમાં દાવો કર્યો કે તેણે અગાઉ અનેક લોકોની હત્યા કરી છે. જે નંબર પરથી ધમકી આપી તેના માલિકની પણ હત્યા કરી હોવાનો ધમકી આપનારે દાવો કર્યો છે.
– ઈન્ડિયાના પોલીસના શીખ પોલિટિકલ એક્શન કમિટી તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યું હતું કે શખ્સે અમનદીપ સિંહને નેક્સ્ટ્ ટાર્ગેટ ગણાવ્યો હતો.
SPAC ચેરમેન ગુરિંદર સિંહ ખાલસાએ દાવો કર્યો હતો કે ઈન્ડિયાનામાં સિખોને પહેલા પણ અનેક વખત ધમકીઓ મળી હતી.

જો કે બ્લૂમિંગટન પોલીસ તપાસમાં બહાર આવ્યું કે સેલફોનનો માલિક જીવીત છે અને તેનો નંબર કોઈએ હેક કર્યો હતો. અમનદીપ સિંહે જણાવ્યું કે લોકલ પોલીસ ઘટનાની તપાસ હેટક્રાઈમથી પ્રેરિત થઈ ખોટી ધમકી આપવાની દીશામાં કરી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન