today old woman murder in Jamnagar
  • Home
  • Gujarat
  • જામનગરમાં હત્યાનો સિલસિલો, ઘરની બહાર 200 મીટર દૂર કર્યું મર્ડર

જામનગરમાં હત્યાનો સિલસિલો, ઘરની બહાર 200 મીટર દૂર કર્યું મર્ડર

 | 5:54 pm IST

જામનગર પોલીસ પાસે ગુનાઓને લઈને છેલ્લા કેટલાક સમયથી જાણે લાઇન લાગી હોય તેમ લાગી રહ્યું છે. એક હત્યાનો ભેદ માંડમાંડ ઉકેલાય છે ત્યાં જ બીજી હત્યાનો બનાવ સામે આવતા પોલીસને દોડતી કરી દે છે.

જામનગરમાં આજે વધુ એક હત્યાની ઘટના બની છે. ઘાતકી હત્યા જિલ્લામાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે.જામનગરના ઠેબા ચોકડી નજીક ધનીષ રેસીડેન્સી પાસે આવેલ વાડી વિસ્તારમાં 65 વર્ષીય લક્ષ્મીબેન કરમશીભાઈ પટેલ નામના વૃદ્ધાની ચોરીના ઈરાદે હત્યા થઇ હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સવારે આ બનાવની જાણ થતા જીલ્લાપોલીસવડા શરદ સિંઘલ સહિતનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા પ્રમાણે ગઈ રાત્રીના 4-5 વ્યક્તિઓ ચોરીના ઇરાદે ઘરમાં ઘુસ્યા હતા. ચોરોએ વૃદ્ધાને મકાનમાંથી બહાર નીકળી 200 મીટર દૂર લઈ જઈ હત્યા કરી નાખી હતી.

જામનગરમાં હત્યાનો સિલસિલો
1. રક્ષાબંધનને દિવસે શંકર ટેકરીમાં હત્યા
2. ખંભાળિયા ગેટ નજીક તબીબના બંગલામાં થયેલ હત્યા અને ચોરી
3. નાઘેડી નજીક દલિત યુવકની હત્યા
4. બર્ધન ચોકમા થયેલ હત્યાનો ભેદ હજુ ખુલવાનું બાકી છે
ત્યાં જ આજે વધુ એક હત્યાની ઘટના જિલ્લામાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે.