One more PDP leader give resigns from the party post, J&K
  • Home
  • Featured
  • કલમ 370 નાબૂદ થતાં મહેબૂબા મુફ્તિની PDPમાં પડી તિરાડ! વધુ એક મોટા નેતાએ આપ્યું રાજીનામું

કલમ 370 નાબૂદ થતાં મહેબૂબા મુફ્તિની PDPમાં પડી તિરાડ! વધુ એક મોટા નેતાએ આપ્યું રાજીનામું

 | 11:45 pm IST

જમ્મુ-કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) માં કલમ 37૦ નાબૂદ કરવાને લઈને ભાગલા જોવા મળી રહ્યા છે. મહેબૂબા મુફ્તિની આગેવાની હેઠળની પોલિટિકલ પાર્ટી પીડીપીના વધુ એક નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી છે. આ પહેલા પણ પાર્ટીના ચાર નેતાઓએ પીડીપીથી રાજીનામું આપ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ પીડીપી નેતા શાહ મોહમ્મદ તાંત્રે એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જમ્મુ-કાશ્મીરના નાયબ રાજ્યપાલ જી.સી.મર્મુ સાથેની પીડીપી નેતાઓની મુલાકાત અંગે વાત કરતા શાહ મોહમ્મદે કહ્યું કે પાર્ટીના નેતાઓને કારણ વગર બહારનો રસ્તો દેખાડવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા કેટલાક સુધારા પછી કલમ 37૦ લગભગ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ચૂકી હતી.

કોંગ્રેસ સરકાર દરમિયાન ડઝન સુધારાઓ થયા હતા: શાહ મોહમ્મદ

આપને જણાવી દઈએ કે 64 વર્ષના શાહ મોહમ્મદ 2014ની વિધાનસભા ચૂંટણીમાં પીડીપીની ટિકિટ પર પુંછ-હવેલી બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આર્ટિકલ 370 વિશે શાહ મોહમ્મદે કહ્યું,‘કોંગ્રેસ સરકાર દરમિયાન ડઝન સુધારાઓ થયા હતા જેના કારણે કલમ 370 પહેલા જ નાબૂદ થઈ હતી.’ આપણે જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતૃત્વ વાલી કેન્દ્ર સરકારે આર્ટિકલ 370થી મોટાભાગની જોગવાઈઓ નાબૂદ કરતા જમ્મુ-કાશ્મીરને મળેલ વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યો હતો.

પીડીપીના અમુક નેતાઓએ જમ્મુ-કાશ્મીર રાજ્યપાલ સાથે મુલાકાત કરી:

મીડિયા રિપોર્ટ મુજબ ગત મહિને પીડીપીના અમુક નેતાઓએ જમ્મુ-કાશ્મીર રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. રિપોર્ટ પ્રમાણે તે દરમિયાન પીડીપીએ 9 જાન્યુઆરીએ પાર્ટીના આઠ મોટા નેતાઓ – દિલાવર મીર, રફી અહમદ મીર, જાફ્ફર ઇકબાલ, અબ્દુલ મજીદ પાદરૂ, રાજા મંદુર ખાન, જાવેદ હુસેન બેગ, કમર હુસેન અને અબ્દુલ રહીમ રાઠેરને પાર્ટીની બહાર કર્યા હતા. રિપોર્ટ મુજબ પીડીપીએ આ અંગે કહ્યું હતું કે કેટલાક નેતાઓ પક્ષના સત્તાવાર વલણ અને મંતવ્યોથી વિરુદ્ધ ગયા હતા અને વિવિધ લાભો માટે રાજ્યપાલને મળ્યા હતા. જેથી આ સભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

નવી પાર્ટી ઉભી કરવાની યોજના:

પાર્ટી દ્વારા 8 નેતાઓને બહાર કર્યા બાદ બીજા 4 નેતાઓએ પાર્ટીને છોડી હતી. જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય રફિયાબાદ યાવર મીર, પીડીપીના રાજ્ય સચિવ મીર સમીઉલ્લા, મુન્તાઝિર મોહુઈદ્દીન અને સૈયદ શૌકત ગૂયર હતા. આ દરમિયાન એવી ચર્ચા પણ ચાલી રહી છે કે સૈયદ મોહમ્મદ અલ્તાફ બુખારી કોંગ્રેસ, પીડીપી અને અન્ય પક્ષોથી અસંતુષ્ટ ચાલી રહેલા નેતાઓ સાથે નવી પાર્ટી રચવાની યોજના બનાવી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: વેરાવળની કંપનીમાંથી તિજોરી ચોરનાર 4 પકડાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન