One more peddler was arrested by NCB in Sushant case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસમાં NCB દ્વારા વધુ એક ડ્રગ્સ પેડલરની કરવામાં આવી ધરપકડ, પૂછપરછમાં થઈ શકે છે મોટા ધડાકા

સુશાંત કેસમાં NCB દ્વારા વધુ એક ડ્રગ્સ પેડલરની કરવામાં આવી ધરપકડ, પૂછપરછમાં થઈ શકે છે મોટા ધડાકા

 | 10:55 am IST
  • Share

સુશાંતસિંહ રાજપૂત(Sushantsingh Rajput) મામલામાં દેશની ત્રણ એજન્સીઓ તપાસ કરી રહી છે. આ કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા પછી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) પણ તપાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં NCBએ કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં ગુરૂવારે પણ NCB દ્વારા છાપામારી કરી એક ડ્રગ્સ પેડલરને મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. NCBએ અધિકારીઓને મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારના રહેવાસી જય મધોક(Jay Modhak) નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. જય ઉપર ડ્રગ્સનો ઉપયોગ અને તેની સપ્લાઈ કરવાનો આરોપ છે. NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે(Samir Vankhede)એ જણાવ્યું હતું કે મધોક કોકેઈનની સાથે હૈશનું પણ વિતરણ કરતો હતો.

NCB પાસેથી મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા કેટલાક ડ્રગ્સ પેડલરે પૂછપરછ દરમિયાન જય મધોકનું નામ લીધું હતું. એનસીબીએ આ કેસમાં રિયા ચક્રવર્તી(Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિક અને અન્ય 22 લોકોની ધરપકડ કરી છે. જો કે આ મામલામાં રિયાને જામીન મળી ચૂક્યા છે. આ પહેલા બુધવારે ધર્મા પ્રોડક્શનના પૂર્વ કાર્યકારી નિર્માતા રહેલા ક્ષિતિજ રવિ પ્રસાદે(Kshitij Ravi Prasad) આપેલી જામીન અરજીને કોર્ટ દ્વારા રદ્દ કરી દેવામાં આવી હતી. તેની ડ્રગ્સની લેવડ દેવડ કરવાના આરોપમાં 26 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેની અરજી રદ્દ કરતા કહ્યું હતું કે ક્ષિતિજ રવિ પ્રસાદે NCBના અધિકારીઓ ઉપર જે પણ આરોપ લગાવ્યા છે તે ખોટા અને પાયાવિહોણા છે.

ક્ષિતિજ રવિ પ્રસાદે પોતાની અરજી દાખલ કરતા અદાલતને જણાવ્યું હતું કે તેને NCBએ હેરાન કર્યો અને જબરદસ્તી રણબીર કપૂર(Ranbir Kapoor), અર્જુન રામપાલ(Arjun Rampal) અને ડીનો મોરિયા(Dino Moria)ને ફસાવવા માટે મજબૂર કર્યો છે. ક્ષિતિજ પ્રસાદે પોતાની અરજીમાં લખ્યું હતું કે, મને આ નામ લેવા માટે જબરદસ્તી કરવામાં આવી હતી. હું આ લોકોને નથી જાણતો અને મને લગાવવામાં આવેલા આરોપો વિશે પણ ખબર નથી.

આ વીડિયો પણ જુઓઃ નવરાત્રીના પાવન પર્વે દર્શન કરો અંબાજી ધામના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન