અમેરિકામાં હેટ ક્રાઈમ, શીખ યુવતીને અમેરિકને કહ્યું પાછા જતા રહો તમારા દેશમાં - Sandesh
  • Home
  • NRI
  • અમેરિકામાં હેટ ક્રાઈમ, શીખ યુવતીને અમેરિકને કહ્યું પાછા જતા રહો તમારા દેશમાં

અમેરિકામાં હેટ ક્રાઈમ, શીખ યુવતીને અમેરિકને કહ્યું પાછા જતા રહો તમારા દેશમાં

 | 2:51 pm IST

અમેરિકામાં છેલ્લાં કેટલાંક સમયથી સતત વંશીય હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે ભારતીય મૂળના લોકોની સાથે વંશીય દુર્વ્યવહારનો વધુ એક કિસ્સો ન્યૂયોર્કમાં સામે આવ્યો છે. ભારતીય મૂળની એક શીખ યુવતી પર વંશીય ટિપ્પણીઓ કરતાં એક અમેરિકન નાગરિકે તેને ‘લેબનાન પાછા જાઓ’ તેમ બૂમો પાડી પાડીને કહ્યું. આરોપ છે કે આ વ્યક્તિએ રાજપ્રીત હીર ((Heir)) નામની શીખ યુવતીને કહ્યું, ‘તમે આ દેશના નથી, તમારો અહીંના સાથે કોઇ સંબંધ નથી.’ મળતી માહિતી પ્રમાણે આરોપીને લાગ્યું કે રાજપ્રીત મધ્યપૂર્વ એશિયાની રહેવાસી છે. આ ઘટના માર્ચ મહિનામાં જ બની છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના મતે રાજપ્રીત પોતાના એક મિત્ર સાથે બર્થડે પાર્ટીમાં જવા માટે સબવે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. ત્યારે ટ્રેનની અંદર એક શ્વેત અમેરિકન નાગરિક તેના પર ગુસ્સે થઇને બૂમો પાડવા લાગ્યો. રાજપ્રીતે પોતાની સાથે બનેલ આ ઘટનાનો એક વીડિયો અખબારના ‘દિસ વીક ઇન હેટ’ સેકશનમાં અપલોડ કર્યો છે. ન્યૂયોર્ક ટાઇમ્સનું આ સેકશન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તામાં આવ્યા બાદથી સમગ્ર અમેરિકામાં વંશીય ભેદભાવ અને નફરતના મામલા પર ફોકસ કરે છે.

રાજપ્રીતના મતે ટ્રેનની આ મુસાફરી દરમ્યાન તેઓ પોતાના ફોનમાં વ્યસ્ત હતા. ત્યારે એક શ્વેત મૂળના વ્યક્તિએ બૂમો પાડતા તેના સુધી ધસી આવ્યો. રાજપ્રીતે કહ્યું, ‘તે મને કહી રહ્યો હતો કે શું તમે મને જાણો પણ છો કે મરીન કેવા દેખાય છે? શું તમને અંદાજો પણ છે કે તેમણે શું-શું નથી દેખવું પડતું? તેઓ આ દેશ માટે શું કરે છે? આ બધું તમારા જેવા લોકોના લીધે જ થાય છે.’ ત્યારબાદ એ વ્યક્તિએ રાજપ્રીતને કહ્યું કે તેમને આશા છે કે તેઓ પાછા લેબનોન જતા રહેશે. તેને રાજપ્રીત માટે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો. ટ્રેનમાંથી નીકળતા સમયે આરોપીએ કહ્યું કે તમારો આ દેશ સાથે કોઇ સંબંધ નથી. રાજપ્રીત કહે છે કે તેનો જન્મ લેબનાનથી 30 માઇલનાં અંતર પર થયો હતો, પરંતુ તેઓ મધ્યપૂર્વનું લેબનાન નહીં પરંતુ ઇન્ડિયાના સ્ટેટનું લેબનાન શહેર છે.

રાજપ્રીતે કહ્યું કે જેવો આરોપી ટ્રેનમાંથી નીકળો, તે સમયે તેનો જોયું કે ત્યાં ટ્રેનમાં ઉભેલી એક શ્વેત મહિલા તેની સામે જોઇ રહી હતી અને તેની આંખમાં આંસુ હતું. આ ઘટના અંગે રાજપ્રીતે કહ્યું કે આ ઘટના એ વાતની પુષ્ટિ કરે છે જે હું લાંબા સમયથી મહેસૂસ કરી રહી હતી. આ એવી વંશીય નફરત છે જે હિંસામાં ફેરવાય શકે છે. આ સમગ્ર ઘટનામાં સારી વાત એ છે કે રાજપ્રીતની સાથે મુસાફરી કરી રહેલા અન્ય લોકો તેની મદદ માટે આગળ આવ્યા હતા.

ન્યૂયોર્ક ટાઇમ્સના સમાચાર મુજબ વંશીય દુર્વ્યવહારના વધતા કિસ્સાને જોતા સબવે ટ્રેન એક મુખ્ય ચિંતાનો વિષય બનીને ઉભરી આવ્યો છે. આની પહેલાં ન્યૂયોર્કની સબવે ટ્રેનમાં એક બીજા ભારતીય મૂળના મહિલા સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર થયાનો કિસ્સો સામે આવ્યો હતો. કેંજસ શહેરમાં પણ એક ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોતલાની હત્યા અને વંશીય હિંસા વધતા મામલાનું કારણ અમેરિકામાં રહેતા ભારતીય ઘણા મુશ્કેલીમાં છે. માર્ચ મહિનામાં એક 39 વર્ષના શીખ વ્યક્તિની કારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે હુમલાખોરે તેને મરતા પહેલાં કહ્યું હતું કે તેઓ પોતાના દેશમાં પાછા જતા રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન