May be implemantation in PM Narendra Modi Idea in 2019
  • Home
  • Featured
  • 2019ની લોકસભામાં PM મોદી અને અમિત શાહ આટલું મોટું સાહસ કરશે તો રચાશે ઇતિહાસ!

2019ની લોકસભામાં PM મોદી અને અમિત શાહ આટલું મોટું સાહસ કરશે તો રચાશે ઇતિહાસ!

 | 9:31 am IST

‘વન નેશન વન ઇલેકશન’ની અંતર્ગત લોકસભા અને વિધાનસભા ચૂંટણીને એક સાથે કરાવામાં ભલે મોદી સરકાર અને ચૂંટણી પંચની સામે સંવૈધાનિક મુશ્કેલીઓ હોય, પરંતુ ભાજપના સૂત્રોનું માનીએ તો 2019માં લોકસભાની સાથે એક ડઝન રાજ્યોની વિધાનસભા ચૂંટણી કરાવી ‘વન નેશન વન ઇલેકશન’ની દિશામાં એક મોટું ઉદાહરણ રજૂ કરી ઇતિહાસ સર્જી શકે છે. ભાજપના સૂત્રોના મતે તેના માટે કેટલાંય પ્રકારના સંવિધાન સંશોધન કે ચૂંટણી નિયમોમાં કોઇ મોટા સંશોધન કરવાની જરૂર પડશે નહીં.

‘વન નેશન વન ઇલેકશન’ને લઇ ચૂંટણી પંચના લૉ કમિશનના ચેરમેન બી.એસ.ચૌહાણ એ દેશની સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટીઓના પ્રતિનિધિ મંડળોની સાથે મુલાકાત કરી વન નેશન વન ઇલેકશન પર તેમના મંતવ્યો માટે બોલાવ્યા હતા. આની પહેલાં ગયા મહિને કેટલીય ક્ષેત્રીય પાર્ટીઓને ‘વન નેશન વન ઇલેકશન’ના મંતવ્ય માટે બોલાવ્યા હતા.

સૂત્રોના મતે ચૂંટણી પંચ અને મોટાભાગની રાજકીય પાર્ટીઓ વન નેશન વન ઇલેકશન ફોર્મ્યુલા પર રાજી છે પરંતુ તમામ પક્ષોની મંજૂરી બાદ પણ સંવિધાનમાં સંશોધન કરવું પડશે. તેના માટે સંસદના આગળના શિયાળુ સત્રની રાહ જોવી પડી શકે છે. તેના માટે ભાજપના રણનીતિકાર એક ફોર્મ્યુલા પર કામ કરી રહ્યાં છે તેમના મતે લોકસભા ચૂંટણીની સાથે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણી થાય જ છે, તેમાં બીજા કેટલાંય ભાજપ શાસિત રાજ્યોને પણ સામેલ કરી શકાય છે.

લોકસભા ચૂંટણી બાદ હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડની વિધાનસભા ચૂંટણી ઑક્ટોબર 2019માં થવાની છે. આ રાજ્યોમાં ભાજપની સરકારો છે અને ત્યાં ભાજપ વહેલાં ચૂંટણી કરાવી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન છે અને ત્યાં પણ આવા વર્ષે ચૂંટણી કરાવામાં મુશ્કેલી થશે નહીં.

બીજીબાજુ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં જે ચાર રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમની ચૂંટણી થવાની છે. તેમાં કેટલાંકની વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2019 સુધીમાં પૂરો થવાનો છે. એવામાં આ ચાર રાજ્યોમાં બે થી ત્રણ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે. ત્યારે ચૂંટણી પંચ પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરાવા માટે તૈયા છે. આમ ભાજપ 2019ની લોકસભા ચૂંટણીની સાથે 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવી તેવી સંભાવનાઓ છે. 11 રાજ્યો તો ઠીક આ બધાની યાદીમાં વધુ એક નામ બિહારનું પણ ઉમેરાઇ શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટીએ પહેલાં જ વનનેશન વન ઇલેકશનની ફોર્મ્યુલા પર સહમતિ વ્યક્ત કરી છે.

હવે આ બધાની વચ્ચે જોવાનું એ રહેશે કે પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજી રિસ્ક ઉઠાવશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલવા દેશે. એ તો હવે આવનારો સમય જ બતાવશે.