'એક દેશ એક ચૂંટણી' માટે યોગી સરકારનો ર્ફોમ્યુલા, શું PM મોદી તેને માન્ય રાખશે? - Sandesh
  • Home
  • Featured
  • ‘એક દેશ એક ચૂંટણી’ માટે યોગી સરકારનો ર્ફોમ્યુલા, શું PM મોદી તેને માન્ય રાખશે?

‘એક દેશ એક ચૂંટણી’ માટે યોગી સરકારનો ર્ફોમ્યુલા, શું PM મોદી તેને માન્ય રાખશે?

 | 8:59 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘એક દેશ એક ચૂંટણી’ કરાવવા અંગે વાત લાંબા સમયથી કરી રહ્યા છે ત્યારે આ માટે મુખ્ય ચૂંટણી પંચ અને તમામ સરકારી સંસ્થાઓ દ્વારા કામ શરૂ કરી દેવામાં પણ આવ્યું છે, આ તમામ વચ્ચે ઉ.પ્રદેશ સરકાર તરફથી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપવામાં પણ આવી છે.

ઉ.પ્રદેશના મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહના નેતૃત્વમાં 7 સભ્યોની સમિતિએ ‘એક દેશ એક ચૂંટણી’ના અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રજુ કરવામાં આવ્યો હતો.

‘એક દેશ એક ચૂંટણી’ અંગે મુખ્યમંત્રી આદિત્યનાથને રજુ કરવામાં આવેલા રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે, આગામી સામાન્ય ચૂંટણી બે ચરણમાં અને તમામ રાજ્યોમાં અને દેશમાં કરાવવામાં આવે. આ અંગે નોંધનીય વાત એ છેકે આ ભલામણે 2019 માટે નહીં પરંતુ 2024ની ચૂંટણી માટે કરવામાં આવી છે.

‘એક દેશ એક ચૂંટણી’ માટે મોદી લાંબા સમયથી વાત કરી રહ્યા છે. તે મામલે હવે ઉ.પ્રદેશ સરકારે વડાપ્રધાનનો વિશ્વાસ જીતવા માટે આ પ્રમાણેની તૈયારી કરી છે. તેમજ તે અંગેની તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ તરફ કાયદા પંચ તરફથી તમામ પાસાંઓ ચકાસવામાં આવી રહ્યા છે. આ મામલે વિશેષજ્ઞો તરફથી વિસતૃત ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ બંધારણ અને સામાન્ય રીતે આ પ્રકારની ચૂંટણી શક્ય છે કે નહીં તેના અંગે વિચાર શરૂ કર્યા છે.

કેન્દ્રમાં જ્યારે પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર આવી છે ત્યારથી ‘એક દેશ એક ચૂંટણી’ નો વિચાર કરવામાં આવ્યો છે. જેમાં એક સાથે ચૂંટણીમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે જ કરાવવાનો વિચાર છે. આ અંગે ગત વર્ષે ઓક્ટોબરમાં મુખ્ય ચૂંટણી અધિકારી, ઓપી રાવતે કહ્યું હતું કે, ચૂંટણી પંચ સપ્ટેમ્બર 2018 સુધીમાં તમામ સ્તરો પર એક સાથે ચૂંટણી કરાવવા માટે સક્ષમ થઈ જશે. જેના પર સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવનો રહેશે અને કાયદામાં પણ ફેરફાર કરવાના રહેશે.