One Nation One Ration Card scheme implemented from june 2020
  • Home
  • Business
  • 1 જૂન 2020થી મોદી સરકાર દેશભરમાં લાગુ કરશે આ ખાસ યોજના, કરોડો લોકોને મળશે લાભ

1 જૂન 2020થી મોદી સરકાર દેશભરમાં લાગુ કરશે આ ખાસ યોજના, કરોડો લોકોને મળશે લાભ

 | 6:44 pm IST

દેશના સામાન્ય, કામદારો, મજૂર વર્ગ અને પ્રવાસી મજરો માટે એક સારા સમાચાર આવ્યા છે. 1 જૂન 2020થી દેશમાં એક રાશન કાર્ડ સ્કીમ અમલી થશે. એક દેશ એક રાશન કાર્ડ સ્કીમનો લાભ દૈનિક મજૂરો, કામદારો અને સ્થળાંતર મજૂરોને મળશે.

આપને જણાવી દઈએ કે આ સ્કીમને દેશભરમાં અમલી કરતા પહેલા સરકારે ઓગસ્ટ 2019માં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે 4 રાજ્યો તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં લાગુ કરી હતી. જોકે હવે ‘એક દેશ એક રાશન કાર્ડ’ યોજનાથી સરકારને અપેક્ષા છે કે નેશનલ ફૂડ સિક્યોરિટી યોજનાને વધુ સફળ અને વધુમાં વધુ જરૂરિયાત લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે.

આ યોજના હેઠળ કોઈ પણ લાભાર્થી એક જ રાશન કાર્ડના માધ્યમથી દેશની કોઈ પણ વાજબી ભાવની દુકાન(ફેર પ્રાઇઝ શોપ) થી રાહત દરે અનાજ લઈ શકે છે. યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓને આધાર કાર્ડના માધ્યમથી રજીસ્ટર્ડ કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: જમીન આપનાર DPEO કચેરીના અધિકારીઓ ડીપીએસ સ્કુલ ખાતે પહોંચ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન