One of the biggest and most dangerous exposures of the Corona virus
  • Home
  • Corona live
  • કોરોના વાયરસને લઇ થયો સૌથી મોટો અને ભયંકર ખુલાસો, દર્દીઓને બનાવે છે નપુંસક

કોરોના વાયરસને લઇ થયો સૌથી મોટો અને ભયંકર ખુલાસો, દર્દીઓને બનાવે છે નપુંસક

 | 7:25 pm IST

કોરોના વાયરસનાં કારણે ફક્ત આ પેઢીનાં લોકો જ પરેશાન નથી. આ વાયરસથી આવનારી પેઢીને પણ ખતરો છે, કેમકે પુરુષોનાં સેક્સ હોર્મોન્સ પર અસર કરી રહ્યો છે, તેમને નપુંસક બનાવી રહ્યો છે. આના કારણે પુરુષોનાં અંડકોષ ખરાબ થઈ રહ્યા છે. સાથે જ તેમનામાં ઉત્તેજનાની કમી આવી રહી છે. આ વાતનો ખુલાસો કર્યો છે ચીનની એ યૂનિવર્સિટીએ જે વુહાનમાં છે.

રિસર્ચ કોરોના વાયરસથી બીમાર 81 પુરૂષો પર થયું

વુહાન યૂનિવર્સિટીનાં ઝોન્ગનાન હૉસ્પિટલમાં કરવામાં આવેલા અધ્યયનની રિપોર્ટ medRxiv.org પર પ્રકાશિત થઈ છે. ઝોન્ગનાન હૉસ્પિટલે આ અધ્યયન કોરોના વાયરસથી બીમાર 81 પુરૂષો પર કર્યું છે. આ 81 પુરુષો 20થી લઇને 54 વર્ષની ઉંમરનાં હતા. આ રિસર્ચમાં ઝોન્ગનાન હૉસ્પિટલની મદદ માટે હુબેઈ ક્લિનિકલ રિસર્ચ સેન્ટર ફોર પ્રીનેટર ડાયગ્નોસિસ એન્ડ બર્થનાં વૈજ્ઞાનિકોએ પણ મદદ કરી છે.

ટેસ્ટોસ્ટેરોન અને લ્યૂટીનાઇસિંગ હોર્મોનનો રેસિયો બગડી રહ્યો છે

આ તમામ દર્દીઓ વુહાનનાં ઝોન્ગનાન હૉસ્પિટલમાં જાન્યુઆરીમાં ભરતી થયા હતા. આ તમામ દર્દીઓનાં સેક્સ હોર્મોન્સની તપાસ ત્યારે કરવામાં આવી જ્યારે આ ઠીક થવાના હતા, કેમકે પુરુષોનાં હોર્મોન્સ પર શું અસર પડી એ બાદમાં દેખાય છે. ઝોન્ગનાન હૉસ્પિટલનાં ડૉક્ટરોની ટીમે જોયું કે આ દર્દીઓનાં શરીરમાં ટેસ્ટોસ્ટેરોન અને લ્યૂટીનાઇસિંગ હોર્મોનનો રેસિયો બગડી રહ્યો છે. આને T/LH રેસિયો કહેવામાં આવે છે.

આગામી પેઢીને ખતરો 

જો T/LH રેસિયો બગડે છે તો પુરુષોમાં અંડકોષ યોગ્ય રીતે કામ નથી કરતા. તેમા વીર્ય બનવાનું ઓછું થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે. સાથે જ સેક્સ હોર્મોન્સમાં ઘટાડો થાય છે. જે પુરુષો પર રિસર્ચ કરવામાં આવ્યું તેમાં T/LH રેસિયો 0.74 હતો. એટલે કે સામાન્ય સ્તરનાં અડધાથી પણ ઓછા. આનાથી આગામી પેઢીને ખતરો થશે.

પુરુષોની ઉત્તેજના ખત્મ થઈ રહી છે

ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોનું મુખ્ય હોર્મોન હોય છે જે અંડકોષ, માંસપેશિયો, હાડકા અને વાળ બનાવવામાં મદદ કરે છે. લ્યૂટીનાઇસિંગ હોર્મોન પુરુષ અને મહિલાઓ બંનેમાં હોય છે. આનાથી પુરુષ અને મહિલાઓ ઉત્તેજિત થાય છે. કોરોના વાયરસનાં કારણે પુરુષોની ઉત્તેજના ખત્મ થઈ રહી છે. સાથે જ પુરુષોની છાતી લટકવા લાગે છે.

આ વિડીયો પણ જુઓ: સુરતથી સૌરાષ્ટ્ર આવતા લોકોને કરી અપીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન