One of the main reasons for pain in the eyes is to one click
  • Home
  • Featured
  • આંખોમાં દુખાવો થવાના મુખ્ય કારણો જાણવા કરો એક ક્લિક

આંખોમાં દુખાવો થવાના મુખ્ય કારણો જાણવા કરો એક ક્લિક

 | 3:09 pm IST

આંખો આપણા શરીરના સૌથી નાજૂક અંગમાંથી એક હોય છે અને તેને થોડૂંક પણ નુકસાન થઇ જાય તો તેના ગંભીર પરિણામ આવી શકે છે. જો તમને આંખમાં કોઇપણ પ્રકારનો દુખાવો થાય તો તેને નજર અંદાજ ન કરવો જોઇએ. કારણકે તે ભયાનક રૂપ લઇ શકે છે અને તમારી આંખની દ્રષ્ટિ પણ જઇ શકે છે.

આંખોમાં દુખાવાના પ્રકાર
આંખોમાં થતા દુખાવાને ઓપ્થલ્માલગિયા કહે છે અને તે બે પ્રકારના હોય છે.

ઓક્યુલર દુખાવો
જેનાથી આંખોમાં ખંજવાળ અને બળતરા સહિતની સમસ્યાઓ થયા છે. જ્યારે આંખોમાં કોઇ ઇજા થઇ હોય તો પણ આ સમસ્યા થાય છે. આ પ્રકારની સમસ્યા આઇ ડ્રોપથી દૂર કરી શકાય છે.

ઓર્બિટલ દુખાવો
આ આંખોની અંદર થાય છે અને તેમા એવી સમસ્યા થવા પર તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. જે કોઇ ગંભીર બીમારીનું રૂપ લઇ શકે છે.

આંખોમાં દુખાવો થવાનું કારણ
ઇજા થવાથી
આંખોમાં દુખાવાનું મુખ્ય કારણ ઇજા થવાથી પણ થઇ શકે છે. તે સિવાય કોઇ કેમિકલથી પણ આંખમાં બળતરા થઇ શકે છે. તેમજ સતત બ્લીચ કે રોશનીના સ્ત્રોત જેવા કે સૂર્ય સહિતના સંપર્કમાં રહેવાથી પણ આંખોમાં દુખાવો થવા લાગે છે.

કોન્ટેક્ટ લેન્સથી સમસ્યા
જો તમે રોજ કોન્ટેક્ટ લેન્ચ પહેરો છો કે આખો દિવસ પહેરી રાખો છો તો તમારી આંખોમાં દુખાવો થઇ શકે છે. વચ્ચે-વચ્ચે લેન્સને સાફ ન કરવાથી દુખાવાનું કારણ બને છે.જૂના તેમજ એક્સપાયર લેન્સ પહેરવાથી પણ આંખોમાં દુખાવો રહે છે.

ઉપાય
પૂરતો આરામ
જો તમારી આંખમાં કોઇપણ પ્રકારનો દુખાવો કે બળતરા થાય છે તો આંખો પર ભાર ન આપવો જોઇએ અને આરામ કરવો જોઇએ. ટીવી કે કોમ્પ્યુટર અને મોબાઇલ સહિતની વસ્તુઓથી દૂર રહેવું જોઇએ તેનાથી આંખો ખરાબ થઇ શકે છે.જેથી પૂરતો આરામ કરવો જોઇએ.

વોટર થેરાપી
આંખોને સ્વચ્છ કરવા માટે ઠંડા પાણીથી આંખો ધોઇ લો. જેનાથી આંખોને ઠંડક મળશે. જો તમારી આંખોનો દુખાવો સારો ન થાય તો તરત ડોક્ટરની પાસે જાઓ અને ચેકઅપ કરાવો.