One Person From Every Home Giving Service In Indian Army In This Village Of Banaskantha
  • Home
  • Featured
  • બનાસકાંઠાનું એવું ગામ જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ છે ઇન્ડિયન આર્મીમાં

બનાસકાંઠાનું એવું ગામ જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ છે ઇન્ડિયન આર્મીમાં

 | 7:59 pm IST

બનાસકાંઠા જીલ્લામાં એક એવું ગામ આવેલું છે કે જે ગામનાં દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યો છે. આ ગામનાં પરિવારોએ અત્યાર સુધીમાં અસંખ્ય સપૂતો દેશ સેવા માટે અર્પણ કર્યા છે અને આ ગામની માટી દેશ સેવાની સુવાસ રેલાવી રહી છે. લગભગ ૬૦૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામે અત્યાર સુધીમાં મા ભારતીની રક્ષા માટે ૩૦૦ જેટલા આર્મીનાં જવાનો અને ૧૦૦ પોલીસ જવાનો આપ્યા છે. આ ગામની માટીમાં જ એવી કસબ છે કે અહી ગામનાં બચ્ચે બચ્ચામાં દેશદાઝ કૂટી કૂટીને ભરેલી છે.

સામાન્ય રીતે કોઈપણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તે ઉચ્ચ અધિકારી અથવા તો સારી નોકરી તરફ દોટ મુકતા હોય છે, પરંતુ બનાસકાંઠાનાં આ નાનકડા ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના પરિવારજનો જ બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. નાનપણથી જ ગામનાં બાળકો સૈનિક બનીને દેશ સેવા કરવાનાં સપના સેવતા હોય છે. ૧૯૭૭નાં વર્ષમાં મોટા ગામનાં હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ પરમાર નામનાં બે યુવાનો ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા અને બસ, ત્યારબાદ આ ગામનાં લોકોમાં દેશદાઝ બહાર આવવા માંડી. એક પછી એક યુવાનો ઇન્ડિયન આર્મીમાં જોડાવવા માંડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાનાં મોટા ગામના પ્રથમ બે યુવાનો આર્મીમાં જોડાયા બાદ ગામના યુવકોમાં આર્મીમાં જોડાવવાની દેશદાઝ ઉત્પન્ન થઈ. ગામનાં યુવકોની આ દેશદાઝથી પ્રભાવિત થયેલા ગામનાં આર્મીમાં જોડનારા બંને યુવકોએ પણ નિવૃતિ બાદ મોટા ગામમાં આવીને નવી પેઢીમાં દેશદાઝ ઉત્પન્ન કરવાની સાથે સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવા ઉપરાંત શારીરિક તાલીમ આપવાની શરૂઆત કરી. ત્યારથી મોટા ગામમાંથી એક પછી એક યુવાનો ઇન્ડિયન આર્મીમાં જોડાઈને આ નાનકડા ગામનું નામ રોશન કરી રહ્યા છે. એટલું જ નહીં શાળા-કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માંથી મોટાભાગનાનું સપનુ છે કે તઓ ઇન્ડિયન આર્મીમાં જોડાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન