one-should-not-worship-lord-shiva-this-six-things,its not auspicious
  • Home
  • Astrology
  • આ છ વસ્તુથી ક્યારેય ન કરવી જોઈએ શિવજીની પૂજા

આ છ વસ્તુથી ક્યારેય ન કરવી જોઈએ શિવજીની પૂજા

 | 6:58 pm IST

સામાન્યરીતે અઠવાડિયાના સાતેય દિવસો કોઈને કોઈ દેવતાઓને સમર્પિત હોય છે. જે તે દિવસે ચોક્કસ દેવી દેવતાની પૂજા આરાધના કરવામાં આવે છે. જો કે શિવ. શક્તિ, ગાયત્રી, સૂર્ય, ગણપતિ અને હનુમાનજી આ દેવ એવા છે કે તેને નિત્ય ભજવા જોઈએ. આજે આપણે જોઈએ આ વિશેની કેટલીક ખાસ વાત…

 સોમવારે શિવજીની આરાધના કરવા વિધાન છે. શિવપુરાણ અનુસાર આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી ધન સંબંધી અને કુંડળી  સંબંધી દોષોનું નિવારણ થાય છે. શિવજીને ખુશ કરવા માટે ભક્તો શિવજીને અનેક વસ્તુઓ ઓફર કરે છે. આમછતાં અનેક વાર ભૂલથી એવી ચીજો શિવલિંગ પર ચઢાવે છે કે તેનાથી દોષ સર્જાય છે. આવો જાણીએ કેટલીક ચીજો વિશે કે જે ભૂલથી પણ શિવજીને અર્પણ ન કરવી જોઈએ.

શિવ ઉપાસનામાં ન કરવો શંખનો ઉપયોગ
શિવ ઉપાસનામાં ક્યારેય શંખનો ઉપયોગ ન કરવો. જો કરવો હોય તો તમારા ગાલનો ઉપયોગ કરવો. શંખ ન વગાડતા ગાલ વગાડવા. શિવપૂજામાં શંખ શુભ માનવામાં આવતો નથી. તે અસુરનું પ્રતીક માનવામાં આવે છે.

શિવજીની પૂજામાં ક્યારેય ન ચડાવવા તુલસી
તુલસીને સામાન્ય રીતે વિશેષ મહત્વ આપવામાં આવે છે કોઈ પણ થાળ હોય કે પ્રસાદ આપણને તુલસીના પાન ઉપર અર્પણ કરીને ધરાવવાની ટેવ હોય છે. જો કે આ ટેવ શિવ પૂજા માટે બરાબર નથી. ભોળાનાથની પૂજામાં તુલસીનો ઉપયોગ નથી થતો.

શિવપૂજામાં તલનો ઉપયોગ ન કરવો.
તલ એ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે તેથી તેનો શિવપૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. જો કે ઘણીવાર હવનમાં તલનો ઉપયોગ થાય છે. કારણ કે તે લાકડામાં રહેલું પાણી શોષી લઈ આગને પ્રજવ્વલિત કરે છે. આમછતાં શિવલિંગ પર કાળા તલ ન ચઢાવવા જોઈએ.

શિવપૂજામાં ઉપયોગ કરવો અક્ષતનો
શિવપૂજામાં જે તૂટેલા નથી તેવા(અક્ષત) ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. જો આખા ચોખા ન હોય તો ન ચઢાવવા જોઈએ. તેથી દોષ લાગે છે. તે શિવજીને નથી ચઢતાં.

શિવપૂજામાં ન કરવો કંકુ કે સિંદૂરનો ઉપયોગ
કંકુ કે સિંદૂર એ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. શિવજી તો પરમ વૈરાગી છે. શિવજીને કંકુ કે  હળદર ન ચઢાવતા ભસ્મ ચઢાવવી જોઈએ. તે પણ સ્મશાનની ભસ્મ.

શિવજીને ન ચઢાવવું વધેરેલું નારિયેળ
શિવજી પર ક્યારેય  નારિયેળના પાણીનો અભિષેક ન કરવો જોઈએ. નારિયેળ દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જેનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે તેથી શિવજીને ન ચઢાવવું જોઈએ. જો શિવજીને શ્રીફળ મુકવું જ હોય તો તે વધેર્યા વગરનું આખું નારિયેળ ગગળતું મુકવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.