One SIT Officer Tested Covid 19 Positive, NCB Stopped Investigation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસ: કોણ છે સિમોન ખંભાતા? સોનમ કપૂરથી લઇને રણવીર સિંહ સુધી છે ખાસ સંબંધો

સુશાંત કેસ: કોણ છે સિમોન ખંભાતા? સોનમ કપૂરથી લઇને રણવીર સિંહ સુધી છે ખાસ સંબંધો

 | 8:13 pm IST

સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ ચાલી રહી હતી, કોરોનાના કારણે તેને થોડીકવાર માટે રોકી દેવામાં આવી છે. SITના એક અધિકારી કોરોના પોઝિટિવ આવતા શ્રુતિ મોદી અને જયા સાહા સાથે અત્યારે પૂછપરછ નહીં થાય. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુલ મિરાંડા અને દીપેશ સાવંતની ધરપકડ કરી ચુકી છે. ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં બોલીવુડના અનેક નામોનો ખુલાસો કર્યો છે જે ડ્રગ્સ લે છે. આમાં સિમોન ખંભાતા, સારા અલી ખાન અને રકુલપ્રીતનું નામ પણ ચર્ચામાં છે.

બોલીવુડના સ્ટાર્સ સાથે સિમોનની સારી દોસ્તી

સિમોન ફેશન ડિઝાઇનર છે. કહેવામાં આવી રહ્યું છે કે તે અનેક બોલીવુડ સ્ટાર્સની સારી દોસ્ત છે તેમાં રિયા ચક્રવર્તી અને રણવીર સિંહનું નામ સામેલ છે. સિમોન ખંભાતા દુબઈમાં પેદા થયેલી છે અને ત્યાં મોટી થયેલી છે. તેના લગ્ન તેના બાળપણના દોસ્ત કરણ પંથકી સાથે થયા છે. કરણને ઇન્સ્ટાગ્રામ પર રિયા ચક્રવર્તી અને સોનમ કપૂર પણ ફૉલો કરે છે.

કોરોનાના કારણે તપાસ થોડીકવાર રોકી દેવામાં આવી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલ પર ઘણી એક્ટિવ થઈને તપાસ કરી રહી છે. સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને ટેલેન્ટ મેનેજર જયા સાહાને મંગળવારના સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જોકે તેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે અને તપાસ રોકી દેવામાં આવી છે.

 SIT ટીમના એક સભ્યને કોરોના

ઉલ્લેખનીય છે કે SIT ટીમના એક મેમ્બરને કોરોના થયો હોવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. એનસીબી ડેપ્યૂટી ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, SIT ટીમના એક સભ્યને કોરોના થઈ ગયો છે. અમને પણ એન્ટીજન રિપોર્ટ મળ્યો. આના કારણે બીજા મેમ્બર્સનો ટેસ્ટ પણ કરવાનો રહેશે અને પ્રોટોકૉલ ફૉલો કરવામાં આવશે. આ કારણે અમે શ્રુતિ મોદીને પરત મોકલી છે.

આ વિડીયો પણ જુઓ: AMCનો માય બાઈક પ્રોજેક્ટ ધૂળમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન