એક હજારો મેં મેરે ભૈયા હૈ   - Sandesh

એક હજારો મેં મેરે ભૈયા હૈ  

 | 1:02 am IST

ભાઇ-બહેન હતા જેમનું નામ દ્રોણ અને ક્રિસી હતું. ક્રિસી દ્રોણ કરતા મોટી હતી. ક્રિસી ૮મા ધોરણમાં ભણતી હતી. જ્યારે દ્રોણ બીજા ધોરણમાં ભણતો હતો. ક્રિસી તેના નાના ભાઇને ખૂબ જ વ્હાલ કરતી હતી. તે રોજ તેના ભાઇને વાર્તા સંભાળવાતી તેને જમાડતી હતી તેમજ તેની સાથે રમતી પણ હતી. ક્રિસીની માતા અનિતા બેન અને પિતા સુનિલભાઇ  હતા. તેમનો એક નાનો સરસ મજાનો પરિવાર હતો. તેઓ સુખી હતા, પણ પૈસે ટકે તેમને તકલીફ હતી. તેઓ માંડ માંડ ઘરનું ગુજરાન ચલાવતા હતા. ક્રિસી અને દ્રોણની સ્કૂલની ફી, દ્રોણના રમકડા તેમજ સાઇકલની ફરમાઇશ, ઘરનો ખર્ચ બધુ સુનિલભાઇ એકલે હાથે પહાંેચી વળતા નહોતા. આ બધાથી ક્રિસી અજાણ હતી નહીં. તેવામાં રક્ષાબંધન આવતી હતી. ત્યારે ક્રિસીના માતા-પિતાએ કહ્યું કે દ્રોણ નાનો છે તે તને રક્ષાબંધનમાં કંઇ આપી શકે તેમ નથી અને આપણા ઘરની પરિસ્થિતિ તો તંુ જાણે જ છે. ત્યારે ક્રિસીએ તેની માને કહ્યું કે એવું થોડી હોય મમ્મી કે રક્ષાબંધનમાં ભાઇએ બહેનને કોઇ ને કોઇ ગિફ્ટ આપવી જ પડે અને ગિફ્ટ બજારમાંથી ખરીદીને જ લાવી પડે, હંુ પણ ભાઇને ગિફ્ટ આપી શકું જ ને. ત્યારે ક્રિસીની આવી વાત સાંભળી અનિતાબેન ખુશ થઇ ગયા અને આંખોમાંથી પાણી નીકળી ગયું ને વિચારવા લાગ્યા કે મારી ક્રિસી કેટલી સમજદાર છે. થોડા દિવસમાં રક્ષાબંધન આવી ક્રિસી સવારમાં વહેલા ઊઠી ગઇ અને સરસ મજાના કપડાં પહેર્યા દ્રોણ તો પહેલાં પહેલાં ઊઠીને નવા કપડાં પહેરીને ઘરમાં ધમાચકડી કરતો હતો. ક્રિસીએ તેને બાજઠ પર બેસાડયો અને માથે તિલક કર્યો મોઢું મીઠું કરાવીને તેને સરસ મજાની રાખડી બાંધી. દ્રોણ પણ રાખડી જોઇને ખુશ થઇ ગયો. તેણે સામેથી ક્રિસી પાસે ગિફ્ટ માંગી ત્યારે બધા હસવા લાગ્યા અને અનિતાબેને કહ્યંુ કે તારે ગિફ્ટ લેવાની ના હોય આપવાની હોય. ત્યારે ક્રિસીએ હસતાં હસતાં કહ્યું કે મમ્મી મારે ગિફ્ટની કોઇ જરૂર નથી અને દ્રોણ હું ચોક્કસ તને ગિફ્ટ આપીશ અને ગિફ્ટમાં તને વચન આપું કે હું તારી રક્ષા કરતી રહીશ અને પગભર થઇશ ત્યારે તારી બધી જરૂરિયાત પૂરી કરતી રહીશ. અને ક્રિસીએ ધીમે રહીને પોતાના પોકેટમનીમાંથી લીધેલ સરસમજાનું બેટ તેને ભેટમાં આપ્યું.

[email protected]