One thousand rupees will be deposited in each worker's bank account: CM
  • Home
  • Ahmedabad
  • લોક ડાઉનની સ્થિતિમાં ગરીબ કામદાર-શ્રમિકો માટે ખુશખબર, CM રૂપાણી તેમના એકાઉન્ટમાં નાંખશે આટલા રૂપિયા

લોક ડાઉનની સ્થિતિમાં ગરીબ કામદાર-શ્રમિકો માટે ખુશખબર, CM રૂપાણી તેમના એકાઉન્ટમાં નાંખશે આટલા રૂપિયા

 | 8:15 am IST

લોક ડાઉનની સ્થિતિમા ગુજરાત સરકારે ૬૫ લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠીત કામદારો,બાંધકામ કામદારો માટે ૬૫૦ કરાડ રુપિયાનુ પેકેજ જાહેર કર્યુ છે. ગાંધીનગરમા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળેલી કોર કમિટીની બેઠકમા આ નિર્ણય લેવાયો હતો.

મોડી રાત્રે મુખ્યમંત્રી  વિજય રુપાણીએ આ અંગેની જાહેરાત કરતા કહ્યુ કે, સરકારે કોરોનાની સ્થિતિમા આર્થિક રીતે સહાયરુપ થવા આવા ૬૫ લાખ પરીવારોને એક હજાર રુપિયાની સહાય તેના બેન્ક ખાતામા જમા કરાવાશે.  તેઓએ કહ્યુ કે આ પરીવારોને વિના મૂલ્યે અનાજનુ વિતરણ શરુ થયુ છે.

એક જ દિવસમા ૧૦ લાખથી વધુ લોકોને અનાજ મળી પણ ગયુ છે. કોરોના મહામારીને કારણે લોક ડાઉનની સ્થિતિમા કોર કમિટીની બેઠક નિયમિત મળે છે. જેમા રાજ્યમા કોરોનાના સંદર્ભમા ઉભી થયેલી છેલ્લામા છેલ્લી સ્થિતિની સમીક્ષા કરાતી હોય છે.

કોર કમિટીમા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા,મુખ્ય સચિવ અનિલ મુકીમ ,સીએમઓના અગ્ર સચિવ મનોજકુમાર દાસ તથા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન હાજર હતા.

પોલીસને પણ નિવૃત્તિ પછી નિયુક્તિની વિચારણા આરોગ્ય વિભાગના અને પંચાયત હેઠળના ૩૧મી માર્ચથી ૩૧મી મે દરમિયાન નિવૃત્ત થયેલા તમામ અધિકારી અને કર્મચારીઓને પે માઇનસ પેન્શનના સિદ્ધાંતે કરાર આધારિત સરકારી સેવામાં યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણયની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રિટાયરમેન્ટને કારણે ફ્લ્ડિમાં અનુભવી પોલીસની અછત ન સર્જાય તેના માટે ૩૧ એપ્રિલથી ૩૧મી મે દરમિયાન નિવૃત્ત થતા ફ્લ્ડિ ઓફ્સિર અને કર્મચારીઓ માટે નિર્ણય લેવાની બાબત વિચારણા હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન