One Year Baby Girl Swims by HerSelf Video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • માત્ર 1 વર્ષની બાળકીએ કરી કમાલ, વીડિયો જોઈ તમારી આંખો પણ થઈ જશે પહોળી

માત્ર 1 વર્ષની બાળકીએ કરી કમાલ, વીડિયો જોઈ તમારી આંખો પણ થઈ જશે પહોળી

 | 2:44 pm IST

કહેવાય છે કે નાના બાળકો ભગવાનનું બીજું રૂપ હોય છે. પરંતુ આ નાના પંખીડાઓ ક્યારે એવું કરી બતાવે છે કે જેની કોઈએ ક્યારે કલ્પના પણ ન કરી હોય. તાજેતરમાં એવી જ એક નાની પરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માત્ર 1 વર્ષની ક્યૂટ બાળકી પાણીમાં તરતા દેખાઈ રહી છે.

આ વીડિયો જોઈ દરેક વ્યક્તિ આશ્ચર્ચ પામે છે. માત્ર એક વર્ષની બાળકી સરસ રીતે તરતા દેખાઈ રહી છે. ઉપરાંત તેઓ બેક-સ્ટ્રોક, ફ્રંટ ક્રોલ અને સ્પિન કરતા પણ નજરે આવે છે. જે મોટા લોકો નથી કરી શકતા તે આ માસૂમ બાળકી કરી રહી છે. માત્ર એક વર્ષની બાળકીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. કેટલાક લોકો આ બાળકીને એક ચમત્કાર સમજી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો ફ્લોરિડાનો છે. જ્યાં એક શખ્સે તેની માસૂમ બાળકીને માત્ર 9મહિનામાં સ્વિમિંગ કરતા શીખવાડ્યું હતું. હવે આ બાળકી એક સારી સ્વીમર બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન