One Year Of Pulwama Terror Attack What Happened Day
  • Home
  • Featured
  • ‘ઘરમાં ઘૂસીને મારીશું’, મોદીના નિવેદનો જેને લખી નાંખી હતી પુલવામાના બદલાની કહાની

‘ઘરમાં ઘૂસીને મારીશું’, મોદીના નિવેદનો જેને લખી નાંખી હતી પુલવામાના બદલાની કહાની

 | 9:45 am IST

‘તેઓએ બહુ મોટી ભૂલ કરી ચૂકયા છે’,

‘જે આગ તમારા દિલમાં છે, તે મારા દિલમાં પણ છે’,

‘આપણે ઘરમાં ઘૂસીનું મારીશું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ત્રણ નિવેદન છે જે ગયા વર્ષે પુલવામા આતંકી હુમલા બાદ આપ્યા હતા. આ નિવેદનોએ જ એ કહાનીને દર્શાવી દીધી કે આપણા 40 જવાનોને ગુમાવ્યાનું દુ:ખ જે આખું દેશ ઝીલી રહ્યું હતું તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સરપરસ્તોના જીવન પર કાળ બનીને તૂટવાના છે અને થયું કંઇક એવું જ. 14મી ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલો કરાયો અને 27મી ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં બોમ્બ વર્ષા કરી અને તહેલકા મચાવી દીધો. દુનિયા આખી જોતી રહી ગઇ.

…14 ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલો

14 ફેબ્રુઆરીનો દિવસ પ્રેમનો હોય છે. દરેક લોકો ગયા વર્ષે વેલેન્ટાઇનના જશ્નમાં ડૂબયું હતું. પરંતુ સાંજ પડતા-પડતા આ જશ્ન ગમમાં બદલાઇ ગયો. બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક ગાડી સીઆરપીએફના કાફલાથી ટકરાઇ અને મોટો ધડાકો થયો. થોડી જ વારમાં ખબર પડી કે આ જમ્મુ-કાશ્મીરમાં કોઇ સેનાના કાફલા પર થયો તે અત્યારસુધીનો સૌથી મોટો હુમલો હતો, જેમાં મા બારતીના 40 જવાન પોતાના જીવ ગુમાવી ચૂકયા હતા.

પછી પીએ મોદીએ આપ્યા આ નિવેદન…

આતંકી હુમલા બાદ આખો દેશ ગમમાં હતો અને દરેક કોઇના મનમાં ગુસ્સો હતો. ગુસ્સો હતો એ આતંકીઓની વિરૂદ્ધ જેમણે આખા દેશમાં માતમ ફેલાવી દીધું હતું. પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાંસીમાં હતા, દરેક લોકોને આશા હતી તેઓ કંઇક કહેશે. મોદીએ કહ્યું પણ…હજારો લોકની સામે પીએમ બોલ્યા, ‘હું આતંકી સંગઠનો અને તેમના સરપસ્તોને કહેવા માંગીશ કે તેઓ બહુ મોટી ભૂલ કરી ચૂકયા છે…બહુ મોટી કિંમત તેમને ચૂકવવી પડશે.’ આ સિવાય પણ પીએમ મોદીએ કેટલાંક એવા નિવેદનો આપ્યા જેણે પુલવામા બદલાની વાર્તા જ આખી લખી નાંખી…

‘પુલવામાના ગુનેગારોને શું સજા આપવી છે, હવે એ આપણા જવાનો નક્કી કરશે’: 16 ફેબ્રુઆરી, યવતમાલ
‘તમારી આંખોમાં જે આંસુ છે, તેનો પૂર જવાબ લેવાશે.’: 16 ફેબ્રુઆરી, ધુલે
‘જે આગ તમારા દિલમાં છે, મારા પણ દિલમાં છે.’: 17 ફેબ્રુઆરી, બરૌની
‘ચુન-ચુનકર બદલા લેના મેરી ફિતરત હૈ, હમારા સિદ્ધાંત હૈ, હમ ઘર મેં ઘૂસકર મારેંગે’: અમદાવાદ

…અને સેનાએ કંઇક એવી જ રીતે બદલો લીધો

14મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકી હુમલા બાદ 15મી ફેબ્રુઆરીના રોજ CCSની બેઠક થઇ, તેમાં બદલો લેવાના ઓપ્શન પર વાત થઇ. આ બેઠકમાં નક્કી થયું કે આ વખતે સર્જીકલ સ્ટ્રાઇક નહીં પરંતુ એર સ્ટ્રાઇક કરાશે. બેઠક બાદ એનએસએ અજીત ડોભાલ અને તત્કાલીન વાયુસેનાના પ્રમુખ બીએસ ધનાઓના નેતૃત્વમાં આખો પ્લાન તૈયાર કરાયો. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં લાગી ગયું.

એરસ્ટ્રાઇકના બે દિવસ પહેલાં જ પ્લાન ફાઇનલ થયો, જેમાં નક્કી થયું કે મિરાજ 2000ની સાથે AWACSને પણ તૈનાત કરાશે. મિરાજ 2000 ગ્વાલિયર એરબેઝથી તૈનાત થશે અને આગ્રા એરબેસને પણ મદદ કરવાનું કહ્યું. 25મી ફેબ્રુઆરીના રોજ ઓપરેશનને ફાઇનલ ઓપ અપાયો. ઓપરેશનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિના મોબાઇલ ફોન બંધ કરી દેવાયા.

26મી ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે અને 27મી ફેબ્રુઆરીના સવારે જ મિરાજ 2000એ પોતાનું કામ શરૂ કરી દીધું. પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્દના અડ્ડાઓને નિશાન બનાવ્યા અને બોર્ડર પાર કરી ત્યાં બોમ્બ વરસાવાનું શરૂ કરી દીધું હતું.

ત્યારે પાકિસ્તાની એરફોર્સનું એફ16 હરકતમાં આવ્યું, પરંતુ જ્યાં સુધી તેઓ કરી શકે ત્યાં સુધી ભારતની વાયુસેનાએ પોતાનું કામ કરી દીધું. આ એરસ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદના ઠેકાણા તબાહ થઇ ગયા અને કેટલાંય આતંકી મરી ગયા. ઓપરેશન ખત્મ થયાના તરત જ સવારે 4 વાગ્યે સાઉથ બ્લોકમાં એક બેઠક પણ થઇ હતી.

આ વીડિયો પણ જુઓ : હિંદ રક્ષક, જુઓ સંદેશ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન