One Year-old child falls from moving car, rescued
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : પરિવાર ઉંઘતો રહ્યો ને 1 વર્ષની બાળકી ચાલુ કારે રોડ પર ફંગોળાઈ પણ..

Video : પરિવાર ઉંઘતો રહ્યો ને 1 વર્ષની બાળકી ચાલુ કારે રોડ પર ફંગોળાઈ પણ..

 | 5:08 pm IST

કેરળમાં એક એવી ઘટના સામે આવી છે, જેને લઈને સૌકોઈ હેરાન છે. મુન્નારના ઈડુક્કી જીલ્લામાં ઘટેલી એક ઘટનામાં એક વર્ષ બાળકી ચાલુ કારે નીચે પડી ગઈ હતી. જોકે રામ રાખે તેને કોણ ચાખે તે રાહે બાળકીને બચી ગઈ હતી. ચાલુ કારમાંથી પડી ગયા બાદ પણ નાનકડી બાળકી જાણે કંઈ બન્યુ જ ના હોય તે રીતે ભાંખડીયા પગે ચાલીને રોડ ઓળંગે છે.

મુન્નારના સબ ઈન્સ્પેક્ટરને આ વાતની જાણ થતા તે ઘટનાસ્થળે દોડી આવી હતી. બાળક ચેક પોસ્ટ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકી જ્યારે ચાલુ ગાડીએ પડી ગઈ ત્યારે તેમાં તેના માતા-પિતા સહિત આખો પરિવાર હતો. બાળકીનો પરિવાર તમિળનાડુ મંદિરના દર્શને ગયો હતો અને ત્યાંથી પાછો ફરી રહ્યો હતો. બાળકી જ્યારે પડી ગઈ ત્યારે આખો પરિવાર ઉંઘી રહ્યો હતો. બાળકીને તેના પરિવારને સોંપી દેવામાં આવી છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન