OnePlus 6 સ્માર્ટફોન લોન્ચ થયો, કીમત ધાર્યા કરતા ઓછી! - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • OnePlus 6 સ્માર્ટફોન લોન્ચ થયો, કીમત ધાર્યા કરતા ઓછી!

OnePlus 6 સ્માર્ટફોન લોન્ચ થયો, કીમત ધાર્યા કરતા ઓછી!

 | 2:00 pm IST

One Plus 6 ગઇકાલે લંડનમાં આયોજિત એક ઈવેન્ટમાં લોન્ચ કરી દેવાયો છે. કંપની આજે ભારત અને ચીનમાં પણ લોન્ચ ઈવેન્ટનું આયોજન કરી રહી છે. વનપ્લસ 6માં ફ્રંટ કેમેરા, ઈયરપીસ અને પ્રોક્સિમિટી સેન્સર આપ્યા છે. આ બેજલ-લેસ ડિસ્પ્લેવાળો ફોન છે. વનપ્લસના પાછલા ફ્લેગશિપની જેમ જ વનપ્લસ 6માં લેટેસ્ટ ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. વનપ્લસએ ફોનમાં 256જીબી ઈનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ આપ્યો છે.

વનપ્લસ 6ના 6GB રેમ/64GB સ્ટોરેજ વેરિયન્ટની અમેરિકામાં કિંમત 529 ડોલર (35,800) છે, જ્યારે 8GB રેમ/128GB સ્ટોરેજને 579 ડોલર (લગભગ 39,200 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવાશે. તો 8જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિયન્ટ 629 ડોલર (લગભગ 42,900 રૂપિયા)માં મળશે. સ્માર્ટફોન મિડનાઈટ બ્લેક, મિરર બ્લેક અને સિલ્ક વાઈટ લિમિટેડ એડિશનમાં લોન્ચ કરાયો છે. 22મી મેએ થનારા પહેલા સેલમાં પહેલા બે કલર વેરિયન્ટ મળશે. 21મી મેએ પોપ-સ્ટોરમાં ફોન ઉપલબ્ધ કરાવાશે. સિલ્ક વાઈટ લિમિટેડ એડિશન 5 જૂનથી ઉપલબ્ધ કરાવાશે.

વનપ્લસ 6ની કિંમતની વાત કરીએ તો મુંબઈમાં ગુરુવારે થનારી ઈવેન્ટમાં ફોનને લોન્ચ કરવામાં આવશે. ભારતમાં 6જીબી રેમ/64જીબી સ્ટોરેજની કિંમત 36,999 રૂપિયા, જ્યારે 8જીબી રેમ તથા 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટને 39,999 રૂપિયામાં લોન્ચ કરવાની આશા છે. વનપ્લસ 6ને ભારતમાં 21 મેએ અમેઝોન પ્રાઈમ કસ્ટમર માટે અર્લી એક્સેસ સેલ અંતર્ગત ઉપલબ્ધ કરાવાશે.

વનપ્લસ 6માં 3300 mAh બેટરી છે જે કંપનીની ડેશ ચાર્જિગ ટેકનોલોજી સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4જી વીઓએલટીઈ, વાઈ-ફાઈ 802.11 એસી, બ્લૂટૂથ 5.0, એનએફસ, જીપીએસ, યૂએસબી ટાઈપ-સી, 3.5 એમએમ હેડફોન જેક જેવા ફીચર્સ છે. આ ઉપરાંત એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, ડિઝિટલ કમ્પાસ, જાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર પણ છે. સ્માર્ટફોનનું ડાઈમેન્શન 155.7×75.4×7.75 મિલીમીટર છે અને વજન 177 ગ્રામ છે. વનપ્લસ 6 ડેલી વોટર રેસિસ્ટેન્સ છે એટલે કે ધૂળના કણોથી પણ તેને કોઈ નુકસાન નહીં થાય.