10GB રેમ સાથે OnePlus 6Tનો એક નવો અવતાર ભારતમાં આજે થશે લોન્ચ - Sandesh
  • Home
  • Technology
  • 10GB રેમ સાથે OnePlus 6Tનો એક નવો અવતાર ભારતમાં આજે થશે લોન્ચ

10GB રેમ સાથે OnePlus 6Tનો એક નવો અવતાર ભારતમાં આજે થશે લોન્ચ

 | 5:59 pm IST

OnePlus 6T McLaren એડિશનને આજે ભારતમાં લોન્ચ કરી દેવામાં આવશે. મંગળવારે આ સ્માર્ટફોનની આંતરાષ્ટ્રીય લોન્ચિંગ કરવામાં આવી હતી. આજે ભારતમાં આ સ્માર્ટફોનની લોન્ચિંગ સાંજે છ વાગે મુંબઈમાં કરવામાં આવશે. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત આમાં આપવામાં આવેલ 10GB રેમ છે. સાથે જ આના રિયર પેનલમાં સિગ્નેચર McLaren પપૈયા ઓરેન્જ કલર આપવામાં આવ્યો છે. જે ડિઝાઈનની બોટમ કિનારીઓ પર નજરે પડે છે.

કંપનીએ જાણકારી આપી છે કે, આના બેક પેનલમાં McLarenનું ગ્રાઉન્ડબ્રેકિંગ કાર્બન ફાઈબર આપવામાં આવ્યો છે જે બધા જ McLaren કારોમાં 1981માં આપવામાં આવી રહ્યો છે. ભારતમાં આની કિંમતનો ખુલાસો લોન્ચ બાદ કરવામાં આવશે. જોકે, આની કિંમત 50 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

OnePlus 6T McLaren એડિશનના ફિચર્સ

ડ્યુઅલ-સિમ (નેનો) સપોર્ટવાળો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 9.0 P બેસ્ડ OxygenOS પર ચાલે છે અને આમાં 6.41 ઈંચ ફુલ એચડી (1080×2340 પિક્સલ) AMOLED ડિસ્પલે આપવામાં આવી છે. અહી ડિસ્પલેના પ્રોટેક્શન માટે લેટેસ્ટ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6 પણ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 10GB રેમ સાથે ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યો છે.

ફોટોગ્રાફી સેક્શનની વાત કરીએ તો અહી રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનો પહેલો કેમેરો 16 એમપીનો છે અને બીજો કેમેરો 20 એમપીનો છે. આનો રિયર કેમેરો 60fps પર 4K વીડિયો પણ શૂટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સ્માર્ટફોનમાં OIS અને EIS સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે અહી f/2.0 એપર્ચર સાથે 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં શાનદાર પિક્ચર ક્વોલિટી માટે અને લો-લાઈટ ફોટોગ્રાફી માટે પ્રી-લોડેડ Nightscene ફિચર પણ આપવામાં આવ્યો છે.

OnePlus 6Tના આ ખાસ એડિશનમાં 256GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આી છે. જોકે, આને કાર્ડ દ્વારા વધારવાનો ઓપ્શન મળશે નહી. અહી ઈન-ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યો છે જે કંપનીના દાવા અનુસાર .34 સેકેન્ડમાં જ ફોનને અનલોક કરી દેશે. OnePlus 6T McLaren Editionની બેટરી 3700mAhની છે અને ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.