OnePlus 7 and OnePlus 7 Pro India Launch Date Announced
  • Home
  • Featured
  • OnePlus 7 અને OnePlus 7 Pro આ તારીખે થશે લોન્ચ, જાણો ફીચર્સ વિશે

OnePlus 7 અને OnePlus 7 Pro આ તારીખે થશે લોન્ચ, જાણો ફીચર્સ વિશે

 | 9:34 pm IST

ચીનની કંપની વનપ્લસ તેના સ્માર્ટફોનની ટેક્નોલોજીમાં સતત વધારો કરે છે. જ્યારે હવે કંપનીએ તેના આગામી ફ્લેગશિપ સિરીઝ લોન્ચની તારીખની જાહેરાત કરી છે. કંપની મુજબ 14મી મેના રોજ OnePlus 7 સિરીઝ લોન્ચ કરવામાં આવશે. આ વખતે લોન્ચ ઇવેન્ટ બેંગલુરુ ખાતે આયોજિત કરવામાં આવશે. લોન્ચ ઇવેન્ટ 14મી મેના રોજ રાતે લગભગ 8.15 વાગે શરૂ થશે.

કંપની મુજબ આ એક ગ્લોબલ ઇવેન્ટ હશે અને કંપનીના ઇતિહાસમાં એવું પહેલીવાર થશે કે જ્યારે એક સાથે ઇન્ડિયા, અમેરિકા અને યૂરોપમાં આને લોન્ચ કરવામાં આવશે. કંપનીને અપેક્ષા છે કે આ લોન્ચ ઇવેન્ટમાં દુનિયાભરથી લગભગ 8,000 લોકો હાજરી આપશે. મીડિયા રિપોર્ટ મુજબ OnePlus 7માં કંપની ફુલ ડિસ્પ્લે ડિઝાઇન આપશે. એવુ માનવામાં આવી રહ્યું છે કે પોપ અપ સેલ્ફી કેમેરા પણ આપવામાં આવશે. જેમ પહેલા વીવો અને ઓપો આપતા હતા. રિપોર્ટ મુજબ સ્માર્ટફોન 2 સ્ટોરેજ વેરિયંટમાં લોન્ચ કરવામાં આવશે. ફોનના બેઝ વેરિયંટમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે. જ્યારે બીજા વેરિયંટને 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવશે.

ઉપરાંત રિપોર્ટ પ્રમાણે કપંની ત્રીજું વેરિયંટ OnePlus 7 Pro પર લોન્ચ કરશે. જેમાં 12GB રેમ અને 256GB ઈન્ટરનલ સ્ટોરેજની સુવિધા હશે. બન્ને ફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવશે. ડિસ્પ્લેમાં OnePlus 7માં 6.4 ઇંચનો FHD+ ડિસ્પ્લે અને OnePlus 7 Proમાં 6.7 ઇંચનો QHD+ ડિસ્પ્લે આપવામાં આવશે. કેમેરાની વાત કરીએ તો OnePlus 7 Proના ટ્રિપલ કેમેરા સેટઅપમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને બીજો 8 મેગાપિક્સલ અને 3x ઓપ્ટિકલ જૂમ હશે. જ્યારે ફોનના બેકમાં ત્રીજો કેમેરા 16 મેગાપિક્સલનો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન