oneplusના કસ્ટમરે કંપની પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું ફ્રોડ વ્યવહાર થાય છે – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • oneplusના કસ્ટમરે કંપની પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું ફ્રોડ વ્યવહાર થાય છે

oneplusના કસ્ટમરે કંપની પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું ફ્રોડ વ્યવહાર થાય છે

 | 7:48 pm IST

oneplusના ઘણા કસ્ટમર કંપનીની શોપિંગ વેબસાઈટ ‘oneplus સ્ટોર (oneplus.net)’ પરથી પ્રોડક્ટ ખરીદ્યા બાદ તેમના ક્રેડિટ કાર્ડથી તેમની જાણ બહાર બીજી ખરીદીઓ થયાની ફરિયાદ સામે આવી રહી છે. કેટલાક લોકોએ કંપની ફોરમમાં આ વિષય પર ફરિયાદ કરી તો કેટલાકે Reddit પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

એક કસ્ટમરે કંપનીના ફોરમ પર કહ્યું કે, ‘મેં બે અલગ-અલગ ક્રેડિટ કાર્ડથી બે ફોન ખરીદ્યા હતા. પહેલો ફોન 26 નવેમ્બરે અને બીજો 28મી નવેમ્બરે ખરીદ્યો. કાલે મેં જોયું કે, ક્રેડિટ કાર્ડમાં કંઈક શંકાસ્પદ એક્ટિવિટી થઈ છે.

મેં ક્રેડિટ કાર્ડની વેબસાઈટ પર જઈને જોયું તો ઘણા બીજા ટ્રાન્જેક્શન પણ થયા હતા, જે મેં નહોંતા કર્યા. મેં મારું અકાઉન્ટ બંધ કરાવી દીધું. આજે ફરીથી આ બધું બીજા ક્રેડિટ કાર્ડમાં પણ થયું. હું એ ક્રેડિટ કાર્ડસનો ઘણો ઓછો ઉપયોગ કરું છું. છેલ્લી વાર મેં oneplusની વેબસાઈટ પર જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.’

oneplus ફોરમ પર ઘણા લોકોએ પોતાની આવી જ ફરિયાદો નોંધાવી છે. oneplusે કસ્ટમર્સ માટે એક પોલ શેર કર્યો હતો, જે મુજબ 32.4% (143 સભ્યો)એ કહ્યું કે, તેમના ક્રેડિટ કાર્ડમાં ફ્રોડ એક્ટિવિટીઝ થઈ છે.

પોલમાં એ વાત પણ સામે આવી કે, આ બધા કસ્ટમર્સએ છેલ્લા 2 મહિનામાં કંપનીની વેબસાઈટ્સ પરથી oneplus ફોન ખરીદ્યો છે. oneplusે યૂઝર્સને જવાબ આપ્યો કે, તે આ મામલે તપાસ હાથ ધરી લીધી છે. વધુમાં જણાવ્યું કે જો આ મિસ્ટેક અમારા તરફથી હશે તો અમે પૂરી કાર્યવાહી કરીશું.