ONGCએ શોધેલા સૌથી મોટા ગેસ ફિલ્ડનો કોન્ટ્રાક્ટ ભારતને આપવા ઇરાનનો ઇનકાર - Sandesh
  • Home
  • India
  • ONGCએ શોધેલા સૌથી મોટા ગેસ ફિલ્ડનો કોન્ટ્રાક્ટ ભારતને આપવા ઇરાનનો ઇનકાર

ONGCએ શોધેલા સૌથી મોટા ગેસ ફિલ્ડનો કોન્ટ્રાક્ટ ભારતને આપવા ઇરાનનો ઇનકાર

 | 12:08 am IST

। નવી દિલ્હી ।

ઇરાને ર્પિશયન ગલ્ફમાં શોધાયેલાં મહાકાય ગેસ ફિલ્ડને વિકસાવવા માટે વિદેસી કંપનીની સરખામણીએ ઘરઆંગણાની કંપનીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરતાં તેને પગલે ભારતે ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા શોધાયેલાં ગેસ ફિલ્ડ ફરઝાદ-બીને ગુમાવ્યું છે, તેમ સુત્રએ જણાવ્યું હતું. સરકારની માલિકીની કંપની ઓએનજીસીની વિદેસી પેટાકંપની ઓએનજીસી વિદેશે ૨૦૦૮માં પારસી ઓફશોર એક્સપ્લોરેશન બ્લોકમાં મહાકાય ગેસ ફિલ્ડની શોધ કરી હતી. આ શોધખોળ પાછળ ર્ંગ્દય્ઝ્રએ રૂ. ૩૦૦૦ કરોડ ખર્ચ્યા હતાં.

ઇરાને ઓવીએલને કોન્ટ્રાક્ટ માટે વર્ષો સુધી રાહ જોવડાવી

ઓવીએલ અને તેના ભાગીદારોએ આ શોધને વિકસાવવા માટે ૧૧ અબજ ડોલરનું રોકાણ કરવાની ઓફર કરી હતી, જેને પાછળથી ફરઝાદ-બી નામ આપવામાં આવ્યું હતું. ઓવીએલની આ દરખાસ્ત પર વિચારણા પાછળ વર્ષોનો સમય લઇને નેશનલ ઇરાનિયન ઓઈલ કંપનીએ ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં ઓવીએલને માહિતી આપી હતી કે તેઓ કોઈ ઈરાનીયન કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવાનો ઇરાદો ધરાવે છે.

ફિલ્ડમાં ૨૧.૭ ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસ

ફરઝાદ-બી ગેસ ફિલ્ડ કુલ આશરે ૨૧.૭ ટ્રિલિયન ક્યુબિક ફીટની અનામતો ધરાવે છે જેમાંથી આશરે ૬૦ ટકા રિકવર કરી શકાય તેમ છે અને તેમાંથી રોજના ૧.૧ બિલિયન ક્યુબિક ફીટનું ઉત્પાદન થઈ શકે તેમ છે. ૩૫૦૦ સ્ક્વેર કિલોમીટરનો ફારસી બ્લોક ર્પિશયન ગલ્ફના ઇરાનીયન કિનારા પાસે ૨૦-૯૦ મીટરની ઊઁડાઈ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન