NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો ‘ઓનિયન રવા ઢોંસા’, આંગળા ચાટતા રહી જશે લોકો

આ રીતે ઘરે બનાવો ‘ઓનિયન રવા ઢોંસા’, આંગળા ચાટતા રહી જશે લોકો

 | 4:49 pm IST

સામગ્રી
1/2 કપ રવો
1/2 કપ ચોખાનો લોટ
1/4 કપ મેંદો
1 નંગ ડુંગળી સમારેલી
1 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
1 ડાળખી મીઠો લીમડો
1/4 ટીસ્પૂન ખાંડ
મીઠું સ્વાદાનુસાર
તેલ જરૂર મુજબ
1 ટેબલસ્પૂન આદુંની પેસ્ટ
1 નંગ લીલું મરચું સમારેલું
2 ટીસ્પૂન કાળા મરી
1 ટીસ્પૂન જીરૂં

બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ડુંગળી સિવાયની બધી જ સામગ્રી લઈને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને ઢોંસા ઉતરે એ પ્રકારનું ઘટ્ટ ખીરૂ તૈયાર કરો. આ મિશ્રણને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ ઢોંસા માટે નોન સ્ટિક પેન તૈયાર કરો. પેન ગરમ થાય એટલે તેમાં એક ચમચા જેટલું ખીરૂં પાથરો. ત્યારે જ તૈયારીમાં જ તેમાં ઝીણી સમારેલી ડુંગળી પાથરો. ઢોંસાની ફરતે તેલ રેડો. લાઈટ બ્રાઉન રંગનો થાય એટલે ગરમા-ગરમ ઢોંસાને સર્વ કરો.