ઓનલાઇન ડેટિંગ કરવા રૂપેરી પડદે ફરી જોવા મળશે શિવિન નારંગ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ઓનલાઇન ડેટિંગ કરવા રૂપેરી પડદે ફરી જોવા મળશે શિવિન નારંગ

ઓનલાઇન ડેટિંગ કરવા રૂપેરી પડદે ફરી જોવા મળશે શિવિન નારંગ

 | 1:07 am IST

સુરવીન ગુગ્ગલ અને એક વીર કી અરદાસ…વીરા સીરિયલથી લાઇમલાઇટમાં આવેલો શિવિન નારંગ નવા શો સાથે ટીવી પર ફ્રી આવ્યો છે. આ સીરિયલનું નામ ઈન્ટરનેટ વાલા લવ છે. સીરિયલમાં શિવિન સાથે તનીષા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. થોડા સમય પહેલા આ સીરિયલનો પ્રોમો વીડિયો લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં બે પંડિત શિવિન અને તનીષાની કુંડલી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે. ૩૬ ગુણ મળે છે પણ ૩૭મો ગુણ મળતો નથી. સીરિયલ મુજબ ૩૭મો ગુણ ઈન્ટરનેટનો છે. સાંભળવામાં આવ્યું છે આ શોની વાર્તા બાકી શોથી થોડી અલગ છે. આ શો ઓનલાઇન ડેટિંગ ઉપર આધારિત છે. જેમાં શિવિન પૂરો સમય ઈન્ટરનેટ ઉપર વ્યસ્ત હોય છે જ્યારે તનીષા ઈન્ટરનેટથી દૂર ભાગે છે. લાંબા સમય પછી શિવિન ટીવી પર ફ્રી એન્ટ્રી કરી રહ્યો છે. તેણે વીરા સીરિયલ પછી તેણે લાંબો બ્રેક લઇ પોતાના માટે સમય નીકાળવા માંગતો હતો. તેણે જણાવ્યું કે, જ્યારથી હું ટીવી પર પાછો આવ્યો છું ત્યારથી બિગ બોસને લઇને ચર્ચામાં રહ્યો છું, પણ હમણાં કોઇ રિયાલિટી શોમાં જવાની મારી કોઇ ઇચ્છા નથી. તનીષા આ પહેલા ભારત કા વીરપુત્ર- મહારાણા પ્રતાપ, અશોક સમ્રાટ અને મહારાજા રનજીત સિંહ જેવી ઐતિહાસિક સિરીયલોમાં દેખાઈ હતી. આ સીરિયલમાં તનીષા આદ્યા વર્માની ભૂમિકા કરી રહી છે. જે ઓનલાઇન ડેટિંગને ખરાબ ગણે છે.