ઓનલાઈન વેચાતી અમારી ૯૦ ટકા એક્સેસરીઝ બનાવટી : એ૫લે દાવો માંડયો - Sandesh
  • Home
  • World
  • ઓનલાઈન વેચાતી અમારી ૯૦ ટકા એક્સેસરીઝ બનાવટી : એ૫લે દાવો માંડયો

ઓનલાઈન વેચાતી અમારી ૯૦ ટકા એક્સેસરીઝ બનાવટી : એ૫લે દાવો માંડયો

 | 3:45 am IST

ન્યૂયોર્ક, તા. ૨૦

એપલ કંપનીએ અમેરિકાની મોબાઇલસ્ટાર એલએલસી કંપની સામે ઓનલાઇન એપલની બનાવટી એક્સેસરીઝ વેચવાના આક્ષેપ કરતાં દાવો માંડયો છે. એપલે આ કંપની પાસેથી કોપીરાઇટના ભંગદીઠ ૧,૫૦,૦૦૦ ડોલર તેમજ ટ્રેડમાર્ક ભંગદીઠ ૨૦ લાખ ડોલરનાં વળતરની માગણી કરતો દાવો કર્યો છે.

એપલે દાવો કર્યો છે કે એમેઝોન અને ગ્રૂપોન પર વેચાઈ રહેલી એપલ એક્સેસરીઝ જેવી લાઇટિંગ-ટુ-યુએસબી કેબલ્સ અને યુએસબી પાવર એડપ્ટર્સ જેવી એક્સેસરીઝ પૈકી ૯૦ ટકા બનાવટી હોય છે. આવી બનાવટી એપલ એક્સેસરીઝ આગ લગાડી શકે તેવી કે પછી વીજકરંટ સર્જે તેવી હોવાથી યૂઝર્સ માટે જોખમી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન